“પશ્ચિમ કચ્છ યુવા કોંગ્રેસ દ્વારા યુવક કોંગ્રેસ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી”

પશ્ચિમ કચ્છ યુવા કોંગ્રેસ દ્વારા યુવક કોંગ્રેસ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી તેની અંદર કોંગ્રેસ સમિતિના પ્રમુખ વી.કે હુંબલ સાહેબ તથા પશ્ચિમ કચ્છ જીલ્લા યુવા કોંગ્રેસના પ્રમુખ રાજદીપ દેવધર તથા જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા રાજેશ ભાઈ આહીર તથા સિનિયર કોંગ્રેસ ના હોદેદારો એ શુભેચ્છાઓ પાઠવી હતી.
ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુના વિચારોને આગળ વધારવા અને દેશના યુવાનોને રાજનીતિમાં જોડવા માટે ભારતીય યુવા કોંગ્રેસની સ્થાપના કરવામાં આવી હતી. યુવા કોંગ્રેસ એ કોઈ સંગઠનનું નામ નથી. એ એક વિચાર છે. દેશભક્તિ + સેવા + સમાનતા નો વિચાર. ગાંધીજીના સત્ય અને અહિંસા, નહેરુજીના આધુનિક ભારતના સપના અને ઇન્દિરા ગાંધીજીના મજબૂત નેતૃત્વને યુવાનો સુધી પહોંચાડવાનું કામ યુવા કોંગ્રેસે કર્યું છે.
યુવા કોંગ્રેસનો ઇતિહાસ અને યોગદાન
આઝાદી આંદોલન: કોંગ્રેસના યુવાનોએ જેલ ભરી, લાઠી ખાધી અને દેશને આઝાદ કરાવ્યો. લોકતંત્રની રક્ષા કટોકટીના સમયે પણ યુવા કોંગ્રેસે લોકશાહી બચાવવા માટે સંઘર્ષ કર્યો. યુવાનોનો અવાજ બેરોજગારી, શિક્ષણ, મોંઘવારી અને નશાના મુદ્દે સૌથી પહેલા અવાજ યુવા કોંગ્રેસે ઉઠાવ્યો.આજે કચ્છના ગામડાથી ગાંધીનગર, દિલ્હી સુધી. દરેક જગ્યાએ યુવા કોંગ્રેસનો કાર્યકર્તા લોકોના પ્રશ્નો માટે રસ્તા પર છે.
આજના યુવાનો માટે સંદેશ
મિત્રો, આજે દેશને ફક્ત નારા નહીં. કામ કરનારા યુવાનોની જરૂર છે.
શિક્ષણ અને રોજગાર: દરેક યુવાનને હાથમાં ડિગ્રી સાથે નોકરી મળે એ માટે લડવું
પડશે.
સામાજિક એકતા: જાતિ, ધર્મથી ઉપર ઉઠીને દેશને એક રાખવો પડશે..
રાજકારણમાં ભાગીદારી: ફક્ત સોશિયલ મીડિયા પર નહીં. ગ્રાઉન્ડ પર ઉતરીને લોકસેવા કરવી પડશે.
જેમ રાજીવ ગાંધીજીએ કહ્યું હતું – “ભારતનું ભવિષ્ય યુવાનોના હાથમાં છે.”
આજે સ્થાપના દિવસે પશ્ચિમ કચ્છ જીલ્લા યુવા કોંગ્રેસ ના હોદેદારો એ સંકલ્પ લીધો કે પક્ષના સિદ્ધાંતોને જીવંત રાખીશું. ગામની છેલ્લી વ્યક્તિ સુધી કોંગ્રેસની નીતિઓ પહોંચાડીશું. એવું પશ્ચિમ કચ્છ જીલ્લા યુવા કોંગ્રેસના પ્રમુખ રાજદીપ દેવધર એ આહવાન કરવામાં આવ્યું.