ભાજપના રાજમાં મંદિરો માં ચોરી થાય અને રાષ્ટ્રીય પ્રમુખની રેલીમાં હનુમાનજીને નચાવે ત્યારે કોઈ સાધુ સંતોની ભાવના આફ્ટ થતી નથી.”

અયોધ્યા માં રામ મંદિરમાં જે રીતે પ્લાનીગ થી દાનચોરી થઇ રહેલ હતી જે ઘટના સામે આવી ત્યારે દેશના તમામ સનાતની સમાજ – હિંદુ સમાજ ની આસ્થા ને ઠેસ પહોંચી અને જે ભગવાનશ્રી રામના નામે મત મેળવી કેન્દ્રમાં સતા સુધી પહોંચેલ તે ભાજપ સરકાર અને મંદિર સાથે જોડાયેલ ટ્રસ્ટીઓ – ભાજપના નેતાઓના કારનામા સમગ્ર દેશે જોયેલ છે.
આ ઘટના થી ભાજપ નો હિંદુત્વ નો ચહેરો ઉજાગર થયેલ છે. ભાજપે રામના નામનો ઉપયોગ કરી અને રામમંદિર માટે શીલા પૂજન હોય કે ભૂમિ પૂજન હોય મંદિર નિર્માણ કાર્ય હોય તેમાંથી લૂટવા સિવાર્યે કઈ કરેલ નથી.
જયારે જયારે ભાજપ ભીસમાં હોય ત્યારે કચ્છના સાધુ સંતો તેમને બચાવવી રસ્તા ઉપર ઉતરી આવે છે. પરંતુ ત્યારે એવું લાગે છે કે આ સાધુ સંતો ભાજપ માટે જ કામ કરે છે.
રાજકીય રીતે જયારે સતાપક્ષ જયારે ખોટા કાર્ય કરતા હોય ત્યારે તેને ઉજાગર કરવાની જવાબદારી વિપક્ષની છે. અને ભાજપનો અસલી ચહેરો લોકો સમક્ષ મુકવા માં આવતો હોય એની સામે સાધુ સંતોને શા માટે વિરોધ હોવો જોઈએ.સાધુ સંતો કે સનાતની સમાજ જયારે રામ મંદિરમાં ચોરી ની ઘટના બની અને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ નીતિન નબીન જે ગાડીમાં બેઠા હતા અને શ્રી હનુમાનજી ને ગાડી આગળ નચાવતા હતા તેમજ મહામાનવ નરેન્દ્રમોદી પોતે મોટા હોય તેની આંગળી પકડી ભગવાન શ્રી રામ ચાલતા હોય ક્યારેક નરેન્દ્ર મોદી ને ભગવાન વિષ્ણુ નો અવતાર બતાવતા હોય કે ક્યારેક નરેન્દ્રમોદીનું મંદિર બનાવી ભગવાન ના અવતાર માનતા હોય તેવા અનેક પ્રસંગો માટે સાધુ સંતો કે હિન્દુત્વનો ઠેકો લેનાર કોઈ ને વાંધો નથી. ત્યારે કોઈની ભાવના આહટ થતી નથી ત્યારે કોઈની લાગણી દુભાતી નથી માત્ર ભાજપ ભીસમાં હોય ત્યારે જ બધા સાધુ સંતો મેદાનમાં આવી જાય ७.
આજે કચ્છ જીલ્લા કોંગ્રેસ દ્વારા રામ મંદિરમાં ચંદા ચોરી થયેલ છે તેમજ સિલા પૂજન અને રામ મંદિર ના નિર્માણ કાર્યમાં કરોડો રૂપિયાનું ભ્રષ્ટાચાર થયેલ છે જેમાં ભાજપના નેતાઓ મંદિર સાથે સંકળાયેલા ટ્રસ્ટીઓ જવાબદાર છે પરંતુ અત્યાર સુધી માત્ર નાના લોકો નેજ પકડી ભાજપ બલી નો બકરો બનાવવા માંગે છે જેથી કોંગ્રેસ ની માંગ છે કે આ મંદિરના નિર્માણ કાર્ય થી અત્યાર સુધીની થયેલ કામગીરીની તેમજ ચંદા ચોરી ની તપાસ CBI મારફત કરાવવા માં આવે તેવી માંગ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ વી.કે.હુબલ દ્વારા કરવામાં આવી છે.