વગર લાઇસન્સની દેશી બનાવટની બંદુક સાથે એક ઇસમને પકડી પાડતી લોકલ કાઈમ બ્રાન્ચ

image

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાશ્ચનરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ અસામાજીક પ્રવૃતી નાબુદ કરવા પરવાના વગરના ગેરકાયદેસર હથીયાર રાખતા ઈસમોની તપાસ કરી કાયદેસર કાર્યવાહી કરવા માટે સૂચના આપેલજે સુચના અનુશંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચીમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એ.એમ.મકવાણા તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એમ.એચ.શીણોલ સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચ સ્ટાફના ASI અનિરુદ્ધસિંહ રાઠોડ, નિલેશભાઇ ભટ્ટ તથા HC ધર્મેદ્રભાઇ રાવલ, શક્તિસિંહ ગઢવી, રણજીતસિંહ જાડેજા, જયદેવસિંહ જાડેજા, રાજેંદ્રસિંહ રાઠોડ, શ્યામદાન ગઢવી તથા જીવરાજભાઇ ગઢવીનાઓ ભુજ તાલુકા વિસ્તારમાં આધુનિક કીટ સાથે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ફરતા-ફરતા ભુજ તાલુકાના વરનોરા ગામા નજીક આવતા અનિરુધ્ધસિંહ રાઠોડ તથા ધર્મેદ્રભાઇ રાવલ્નાઓને ખાનગીરાહે બાતમી હકીકત મળેલ હતી કે, “વરનોરા ગામથી થોડી દુર જમણી બાજુ કાચા રસ્તા જતા તળાવ નજીક એક ઇસમ બાવળોની ઝાડીમાં શંકસ્પદ હાલતમાં હાજર છે અને તેની પ્રવૃતિ શંકાસ્પદ છે તે ઈસમે શરીરે સફેદ કલરનું ટી-શર્ટ પહેરેલ છે તથા કમરે બ્લુ કલરની જીન્સ પેન્ટ પહેરેલ છે અને તેની પાસે ગે.કા રીતે દેશી બનાવટની બંદુક રાખેલ છે.” જે બાતમી અંગે તુરંત વર્ક આઉટ કરતા એક ઇસમ હાથ બનાવટની દેશી બંદુક સાથે મળી આવેલ અને તેની પાસે રહેલ આ દેશી બંદુક રાખવા અંગેના પાસ પરવાનાની માંગણી કરતા પોતાની પાસે આવા કોઈ આધાર પુરાવા કે લાયસન્સ નહી હોવાનું જણાવેલ જેથી મજુકર ઇસમ ગેરકાયદેસર રીતે પરવાના વગર દેશી બંદૂક સાથે મળી આવેલ હોય તેના વિરૂધ્ધ માધાપર પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એકટ કલમ ૨૫(૧-બી), એ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ હેઠળ ફરીયાદ આપી માધાપર પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૦૫૨૦/૨૦૨૬ મુજબ આગળની કાર્યવાહી સારૂ આરોપી તથા મુદ્દામાલ માધાપર પો.સ્ટે. સોપવામાં આવેલ છે.