નલિયા પોલીસે કોલસો ભરેલ ટ્રક પકડી : બે શખ્સની અટકાયત

પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા ગેરકાયદે પ્રવૃત્તિઓ ડામવા મળેલી સૂચના અન્વયે નલિયા પોલીસે પાસ-પરમીટ વગર લાકડાંના કોલસાનું વહન કરતી એક ટાટા ટ્રક કબજે કરી છે. મળતી માહિતી મુજબ પોલીસે 6000 કિલોગ્રામ કોલસો (રૂા. 90,000) અને ટ્રક (રૂા. આઠ લાખ) મળી કુલ રૂ. 8.90 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ કેસમાં ભીટારા મોટાના ચાલક અને ક્લીનરની અટકાયત કરી વધુ તપાસ માટે મુદ્દામાલ સાથે ફોરેસ્ટ વિભાગને સોંપવામાં આવ્યા છે.