ભુજમાં ધાણીપાસા વડે જુગાર રમતા ત્રણ પત્તા પ્રેમીઓ પોલીસના સકંજામાં; એક નાસ્યો
copy image

ભુજમાં ધાણીપાસા વડે જુગાર રમતા ત્રણ પત્તા પ્રેમીને રૂા. 11,500 સહિત રૂા. 1,06,500ના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી પાડયા હતા, જ્યારે એક જુગારી નાસી જવામાં સફળ રહ્યો હતો.સૂત્રો માંથી મળતી માહિતી મુજબ સાંજે એલસીબીને પેટ્રોલિંગ દરમ્યાન બાતમી મળી હતી કે, જિતેન્દ્ર કાંતિલાલ ગોહિલ (રહે. ચાણક્ય સ્કૂલની સામે, વાલ્મીકિનગર, લોટસ કોલોની) નામનો શખ્સ તેના મકાનના આંગણામાં જુગાર રમી-રમાડે છે. આ બાતમીના આધારે દરોડો પાડતાં ધાણીપાસા વડે જુગાર રમતા જિતેન્દ્ર ઉપરાંત બેને રોકડા રૂા. 11,500, મોબાઇલ નંગ-3 કિં. રૂા. 15,000 તથા બે મોટરસાઇકલ કિં. રૂા. 80,000 એમ કુલ રૂા. 1,06,500ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા, જ્યારે કિશન ઉર્ફે કાનો પોલીસને જોઇ નાસી છૂટયો હતો. એલસીબીએ ચારે વિરુદ્ધ બી-ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.