આદિપુરમાં જાહેરમાં જુગાર રમતા સાત ખેલી પોલીસના કબ્જે
copy image

આદિપુરમાં જાહેરમાં જુગાર રમતા સાત ખેલીઓની પોલીસે અટકાયત કરી હતી. આદિપુરના જી.આઈ.ડી.સી પાછળ બાવળની ઝાડીઓમાં જાહેરમાં રમાતા જુગારના પડ ઉપર પોલીસે દરોડો પાડયો હતો. આ કાર્યવાહીમાં આરોપી સાત જુગાર રમવાના આરોપસર ધરપકડ થઈ હતી. આ કાર્યવાહીમાં રોકડા રૂા. 20400 તથા પાંચ મોટર સાઈકલ કિં.રૂા.2 લાખ સાથે કુલ રૂા.2,20,400નો મુદામાલ કબ્જે કરી લેવાયો હતો. દરોડો દરમ્યાન મોટર સાયકલનો ચાલક નાસી છૂટયો હતો. જેને પકડવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.