નખત્રાણા તેમજ અબડાસા ખાતે કચ્છ પત્રકાર વેલ્ફેર ફાઉન્ડેશનની મીટીંગ યોજાઈ


પત્રકારોના હિત, સુરક્ષા અને વીમા યોજનાઓ અંગે ચર્ચા વિચારણા તથા નખત્રાણા તાલુકાના પ્રમુખ શ્રી અને નખત્રાણા તાલુકા માંથી એક પત્રકાર અગ્રણી ને જિલ્લા કારોબારી માં સ્થાન આપવા સહિત ના મુદાઓ પર સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો.
નખત્રાણા સર્કિટ હાઉસ ખાતે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં બહોળી સંખ્યામાં પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા. તાજેતરમાં ચૂંટાયેલા નવ નિયુક્ત પ્રમુખ શ્રીવિમલભાઈ સોની ની અધ્યક્ષતા માં બેઠક યોજાઈ હતી.
બેઠકના પ્રારંભે નખત્રાણા પત્રકાર આંગળીઓ નવ નિયુક્ત પ્રમુખ શ્રી વિમલ સોની નું પાઘડી પહેરાવી સન્માન કરવામાં આવ્યું તેમજ જિલ્લા માંથી પધારેલા પત્રકાર અગ્રણીઓ નું પણ શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું ત્યાર બાદ, રાજુ ભાઈ જોષી, ભરત ભાઈ જોષી, છગન ભાઈ ઠક્કર અને અશ્વિન ભાઈ રૂપારેલ દ્વારા સ્વાગત પ્રવચન અને વિવિધ મુદ્દાઓ ઉપર જિલ્લા સંગઠન ને રજૂઆત કરવામાં આવી હતી.કચ્છ પત્રકાર વેલ્ફેર ફાઉન્ડેશનના જિલ્લા પત્રકાર અગ્રણી શ્રી હિતેશ ભાઈ સોની ,શ્રી રાજુ ભાઈ ઠક્કર,મહેશ ભાઈ પંડ્યા, નીતિન ભાઈ ગરવા દ્વારા આગામી આયોજન અને સંગઠન પ્રકિયા વિશે માહિતી આપવામાં આવી હતી. આ સામાન્ય સભામાં શ્રી રાજુ ભાઈ જોશીની જિલ્લા કારોબારીમાં તથા શ્રી નવલસિંહ સોઢા ની નખત્રાણા તાલુકાના પત્રકાર વેલ્ફેર ફાઉન્ડેશન કચ્છ પત્રકાર સંગઠન ના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી. જેને સર્વાનુમતે વધાવી સૌ એ અભિનંદન પાઠવ્યા હતા.
બેઠક દરમિયાન પત્રકારોના હિત અને સુરક્ષા માટે વિવિધ વીમા યોજનાઓ અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. સંગઠનના તમામ સભ્યો સાથે મળીને કાર્ય કરે, પત્રકારોના પ્રશ્નો અને મુશ્કેલીઓમાં એકબીજાને સહયોગ આપે તથા પત્રકારોના હિત માટે સંગઠનને વધુ મજબૂત બનાવવામાં આવે તે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
આ ઉપરાંત સંગઠન સાથે જોડાયેલા પત્રકારોને મળનારા લાભો અંગે પણ મહત્વપૂર્ણ ચર્ચા થઈ હતી. આધાર માન્યતા ધરાવતા સંગઠનના લાભોથી વંચિત રહશે તેમજ પત્રકારિતા ક્ષેત્રમાં સક્રિય રીતે કાર્યરત પત્રકારોને સંગઠનના લાભો અને સુવિધાઓ મેળવવા માટે યોગ્ય તક ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
સંગઠનના નામનો દુરુપયોગ કરનાર, અંગત સ્વાર્થ માટે સંગઠનને વિવાદમાં લાવનાર અથવા ખોટી રીતે તંત્રને હેરાન કરનાર વ્યક્તિઓ સામે સંગઠનના નિયમો મુજબ કડક કાર્યવાહી કરવાની બાબતે પણ સભામાં નિર્ણય લેવામાં આવ્યો હતો. સંગઠનની પ્રતિષ્ઠા અને વિશ્વસનીયતા જળવાઈ રહે તેમજ પત્રકારોના હિતમાં સંગઠિત બની કાર્ય કરે તે બાબત પર ભાર મૂકવામાં આવ્યો હતો.
આ સભામાં કચ્છ ભુજ થી પધારેલ પત્રકાર વેલ્ફેર ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી વિમલભાઈ સોની, હિતેશભાઈ સોની, મહેશભાઈ પંડયા, રાજુભાઈ ઠક્કર, અલીભાઈ ચાકી, નૂરભાઈ સમા,નીતિનભાઈ ગરવા સહિતના પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે નખત્રાણા તાલુકાના નવનિયોગ પ્રમુખશ્રી નવલસિંહ સવાઈ સિંહ સોઢા, જિલ્લા કારોબારી માં જાહેર થયેલ નખત્રાણાના પત્રકાર ગણી શ્રી રાજેશભાઈ ગુલાબ શંકર જોશી તથા રાજુભાઈ જોશી છગનલાલભાઈ ઠક્કર સૈયદ રજપતા મહમદ નવડે લુહાર અબ્દુલભાઈ વિજયભાઈ, ભરતભાઈ જોશી હાર્દિકભાઈ સોની લખનભાઈ દેસાઈ લુહાર ગાજરભાઈ પંકજભાઈ વોરા પ્રેમજી બડીયા, હીરજી આહીર , રમેશ મહેશ્વરી દીપગજરા અને નખત્રાણા ના અગ્રણી પત્રકાર શ્રી અશ્વિનભાઈ રૂપારેલ સહિતના પત્રકારો હાજર રહ્યા હતા.
બેઠકના અંતે પત્રકારોના હિત, સુરક્ષા અને સંગઠનની એકતા માટે સૌએ સાથે મળીને કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
પત્રકાર વેલ્ફેર ફાઉન્ડેશન અને કચ્છ પત્રકાર સંગઠનના પ્રમુખ વિમલભાઈ સોનીની આગેવાનીમાં નલિયા ખાતે મહત્વપૂર્ણ ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
બેઠકમાં આગામી દિવસોમાં અબડાસા તાલુકાની બોડી તેમજ જિલ્લા કારોબારીના સભ્યોની નિમણૂક અંગે ચર્ચા કરવામાં આવી હતી.
અબડાસા તાલુકાના તમામ પત્રકાર મિત્રો સાથે સંકલન કરી સંગઠનને વધુ મજબૂત બનાવવા તથા પત્રકારોના હિતમાં વધુ સારા કાર્યો કરવામાં આવે તે અંગે સૌના સૂચનો અને સહયોગ સાથે વિશેષ ચર્ચા કરવામાં આવી હતી