કોઠારા પંચાયતના રૂા. 1.80 લાખના વાયરની તસ્કરી

cable-chori

copy image

copy image

અબડાસા તાલુકાના કોઠારા ગામની પંચાયતના કેબલ ચોરી થતાં ફરિયાદ અરજી કરાઇ છે. ત્રણેક દિવસ અગાઉ બનેલા આ બનાવની વિગતો આપતાં કોઠારાના સરપંચ પ્રતિનિધિએ કહ્યું હતું કે, કોઠારાની જે જૂની પંચાયત છે ત્યાંના કમ્પાઉન્ડમાંથી આ કેબલચોરીનો બનાવ બન્યો હતો. કોઇ ચોર ઇસમ મોટરમાં લગાવા માટેના કેબલ ચોરી ગયા છે જેની કિંમત 1 લાખ 80 હજાર જેટલી છે. આ જ્યાં કેબલ ચોરીની ઘટના બની છે ત્યાં ગ્રામપંચાયતના સફાઇ કામદાર રહે છે, પણ જે દિવસે રાત્રે બનાવ બન્યો ત્યારે આ કામદાર બહારગામ હોતાં આ બનાવ સફળ રહ્યો હતો. કોઠારા પોલીસને ફરિયાદ અરજી કરતાં પોલીસે છાનબીન આદરી હોવાનું સામે આવ્યું છે.