ભુજ શહેર બી-ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તઃ શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ જુગારની બદી નેસ્ત નાબુદ કરવા માટે સુચના અને માર્ગદર્શન આપેલ હોય. જે સુચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ.મકવાણા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એમ.એચ.શીણોલ સાહેબનાઓએ જુગારની બદી નેસ્ત નાબુદ કરવા માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને સુચના આપેલ હતી. તે દરમ્યાન એ.એસ.આઇ. નિલેશભાઇ ભટ્ટ, અનિરુદ્ધસિંહ રાઠોડ તથા હેડ કોન્સ્ટેબલ ધર્મેદ્રભાઇ રાવલ, શક્તિસિંહ ગઢવી, જીવરાજભાઇ ગઢવી, વિક્રમસિંહ ગોહીલ તથા પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઇ ગઢવીનાઓ પેટ્રોલિંગમા હત તે દરમ્યાન જીવરાજભાઇ ગઢવી નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે,“જીતેન્દ્ર કાંતીભાઇ ગોહીલ રહે ચાણક્ય સ્કુલની સામે વાલ્મીકી નગર લોટસ કોલોની ભુજ વાળાના રહેણાક મકાનના આંગણામાં જાહેરમાં ધાણીપાસા વડે રૂપીયાની હારજીતનો જુગાર રમી રમાડે છે અને હાલે પ્રવુતિ ચાલુમાં છે”. જેથી પોલીસ સ્ટાફના માણસો દ્વારા તુરંત જ વર્કઆઉટ કરી બાતમી વાળી જગ્યાએ જઇ રેડ કરતા ઉપર દર્શાવ્યા મુજબના ઇસમોને ધાણીપાસા વડે રૂપિયા-પૈસાની હારજીતનો જુગાર રમતા મુદ્દામાલ સાથે પકડી પાડેલ છે.