રાપર તાલુકા તથા જિલ્લા પત્રકાર સંગઠનની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ

image

રાપર: પત્રકાર વેલ્ફર ફાઉન્ડેશન અને કચ્છ પત્રકાર સંગઠનના પ્રમુખ વિમલભાઈ સોનીની આગેવાની હેઠળ રાપર ખાતે રાપર તાલુકા તથા જિલ્લા પત્રકાર સંગઠનની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન આગામી દિવસોમાં જિલ્લા અને તાલુકા સ્તરે નવી ટીમ તેમજ જિલ્લા કારોબારીની રચના કરવા અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. તેમજ જિલ્લા કારોબારીના સભ્યોની નિમણૂક અંગે પણ મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી. રાપર તાલુકાના તમામ પત્રકાર મિત્રો સાથે સંકલન સાધી સંગઠનને વધુ મજબૂત બનાવવું, પત્રકારોના હિતમાં વિવિધ સારા કાર્યો હાથ ધરવા તેમજ સંગઠનની આગામી કામગીરીને વધુ સુદૃઢ બનાવવા અંગે ઉપસ્થિત પત્રકારોના સૂચનો અને સહયોગ સાથે ચર્ચા કરવામાં આવી હતી.બેઠકમાં રાપર પત્રકાર એસોસિએશનના પ્રમુખ સુરજભાઈ લુહાર, ઉપપ્રમુખ દિપુભા જાડેજા, બાબુભાઈ આહીર, ખજાનચી અનિલભાઈ ઠક્કર, મંત્રી મહેશભાઈ ખેર, રામજીભાઈ રાજપૂત, સુરેશભાઈ ચૌહાણ સહિતના રાપરના પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ભુજથી હિતેષભાઈ સોની, રાજુભાઈ ઠક્કર, નીતિન ગરવાં, મહેશભાઈ પંડ્યા, અલીભાઈ ચાકી, મહેન્દ્રભાઈ મારું સહિતના પત્રકાર મિત્રો પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. બેઠકના અંતે પત્રકાર એકતા, સંગઠનની મજબૂતી અને પત્રકારોના હિતમાં આગામી સમયમાં વધુ અસરકારક કામગીરી કરવા સૌએ સાથે મળીને આગળ વધવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. રિપોર્ટર અનિલ રાપર કચ્છ.જનતા દસ્તક