આધાર-પુરાવા વગરના કિં.રૂ.૨૪ લાખના ભંગાર સાથે કુલ્લે કિ.રૂ.૩૯ લાખના મુદ્દામાલ સાથે એક-ઇસમને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ,ભુજ

image

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ જીલ્લામાં ચોરીના વધતા જતા બનાવો અટકાવવા તેમજ આધાર પુરાવા વગરની ચીજ વસ્તુની થતી હેરફેર રોકવા તથા આવી પ્રવૃતી કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ.જે અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એ.એમ.મકવાણા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એમ.એચ.શીણોલ સાહેબનાઓએ લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને જીલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તી કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ હતી જે સુચના મુજબ એ.એસ.આઇ. વિરેંદ્રસિંહ જાડેજા,સુરેન્દ્રસિંહ ઝાલા, અશ્વિનભાઇ સોલંકી, વિકેશભાઇ રાઠવા તથા હેડ કોન્સ્ટેબલ દિવ્યરાજસિંહ જાડેજા તથા લાખાભાઇ રબારી નાઓ વાયોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આધુનીક કિટ સાથે પેટ્રોલીંગમાં હતા દરમ્યાન વાગોઠ ત્રણ રસ્તા પાસે આવતા વિરેંદ્રસિંહ જાડેજા તથા સુરેંદ્રસિંહ ઝાલા નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, “વાયોર ગામમાં આવેલ બાપા દયાળુ નગર-૨ માં રહેતા ભીખાભાઇ બાલુભાઇ ચંદેરાના રહેણાક મકાન પાસે આવેલ તેમના ભંગારના વાડા પાસે એક બાર ટાયર વાળી ટ્રકમાં ચોરી કે છળપકપટથી મેળવેલ ભંગાર ભરેલ હાલતમાં પડેલ છે.” જેથી મળેલ હકીકત અંગે તુરત જ વર્કઆઉટ કરી તપાસ કરતા ત્રણ ઇસમો મળી આવેલ જેમા ભીખાભાઇ ચંદેરા ઉમર લાયક હોઇ નોટીસ આપી મુક્ત કરવામા આવેલ અને અન્ય હાજર એકની બી.એન.એસ.એસ. ની કલમ ૩૫(૧)(ઇ) મુજબ અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.ઇસમો:-ઇસ્માઇલભાઇ સિધિકભાઈ લુહાર રહે જામા મસ્જીદની બાજુમાં વાયોર તા.અબડાસા (પકડાયેલ) ભીખાભાઇ બાલુભાઇ ચંદેરા રહે હાલે વાયોર તા.અબડાસા (નોટીસપર મુક્ત)આદમ અબ્દુલ શેખ રહે જત વાંઢ વિરાણી નાની તા.લખપત (પકડવાનો બાકી)સુલેમાન (પકડવાનો બાકી)કબ્જે કરેલ મુદ્દામાલ:- ભંગાર ૨૦,૦૦૦ કિ.ગ્રા કિં.રૂ.૨૪,૦૦,૦૦૦/-२६ २४. नंजर GJ-12-AU-7554 पानानी डि.३. १५,००,०००/-કામગીરી કરનાર અધિકારી/કર્મચાર ASI વિરેંદ્રસિંહ જાડેજા, સુરેન્દ્રસિંહ ઝાલા, અશ્વિનભાઈ સોલંકી,વિકેશભાઇ રાઠવા તથા HC દિવ્યરાજસિંહ જાડેજા તથા લાખાભાઈ રબારી શ્રી ચિરાગ કોરડીયા સાહેબ