ઉત્તરપ્રદેશનો યુવાન 7 વર્ષે ઘરે પહોંચ્યો વર્ષો પછી માતા-પિતા-પરિવાર સાથે થયું ફેર મિલન

ઉત્તરપ્રદેશના ફતેહપુર વિસ્તારનો યુવાન સુનીલપાલ ઉ.વ. 28 ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધખોળ ચલાવી હતી તેનો ક્યાં પણ એતો-પતો નમળતા પરિવારજનો નિરાશ થયા હતા.
આખરે તે રખડતો-ભટકતો વીરમગામનાં અપનાઘર આશ્રમ સુધી પહોંચ્યો હતો. ત્યાંના સંચાલકોએ તેની ખૂબજ સારી સેવા સાથે સરભરા કરી. જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજનાં સિનિયર પેરાલીગલ વોલીન્ટીયર પ્રબોધ મુનવરનાં માર્ગદર્શન હેઠળ માનવજ્યોત સંસ્થા ભુજના સામાજિક કાર્યકર રીતુબેન વર્મા અપનાઘર આશ્રમ વીરગામની મુલાકાતે ગયેલા ત્યારે આ યુવાનને સાથે તેડી આવ્યા અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે તેને આશ્રય સ્થાન આપી ભુજની માનસિક આરોગ્યની હોસ્પીટલમાં સારવાર કરાવતાં તે જલ્દી સ્વસ્થ બન્યો હતો. ઉત્તરપ્રદેશ પોલીસની મદદ લઇ તેનું ઘર-પરિવાર શોધી કઢાતા તેનાં માતા તથા ભાઈ ભુજ આવી પહોંચ્યા હતા. 7 વર્ષ પછી તેનું માતા-ભાઈ સાથે મિલન થતાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. આખરે તે 35 વર્ષનો થઈ પોતાનાં ઘર-પરિવાર સુધી પહોંચતા પરિવારમાં અનહદ ખુશી છવાઇ છે. તેની માતા બ્રહ્માદેવીએ માનવજ્યોત સંસ્થાનો આભાર માન્યો હતો.
માનવતાનાં આ કાર્યમાં પૃથ્વીરાજસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, આનંદ રાયસોની, દિપેશ શાહ, કનૈયાલાલ અબોટી, રફીક બાવા સહભાગી બન્યા હતા.