ભુજ રેલ્વે સ્ટેશન પ્લેટફોર્મ ઉપરથી યુવાનનો મૃતદેહ મળ્યો

ભુજનાં રેલ્વે સ્ટેશન પ્લેટફોર્મ નંબર બે મધ્યે કમળા રોગનાં એક યુવાન પ્રવાસીનું મૃત્યુ થતાં રેલ્વે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. માનવજ્યોત સંસ્થા ભુજને જાણ થતાં સંસ્થાનાં પ્રબોધ મુનવર, રફીક બાવા, હિતેશ ગોસ્વામી, રસિક જોગીએ મૃતકની લાસને માનવજ્યોત સંસ્થાની એમ્બ્યુલન્સ મારફતે જનરલ હોસ્પીટલે પહોંચાડી હતી.