નવનિયુક્ત વિદ્યુત નિરીક્ષક શ્રી ડી.એન.પટેલનું ભુજ કચેરી ખાતે ઉષ્માભર્યું સ્વાગત

9 (1)

ગુજરાત સરકારના ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના આદેશાનુસાર બઢતી મેળવીને ભુજ ખાતે બદલી પામેલા નવનિયુક્ત વિદ્યુત
નિરીક્ષક શ્રી ડી.એન.પટેલ આજે પોતાનો પદભાર સંભાળી લીધો છે. ભાવનગર કચેરી ખાતે સહાયક વિદ્યુત નિરીક્ષક તરીકે ફરજ બજાવતા આદરણીય શ્રી ડી.એન.પટેલની વિદ્યુત નિરીક્ષક (Class-1) તરી બઢતી થતાં, તેઓની બદલી બહુમાળી ભવન, ભુજ સ્થિત વિદ્યુત નિરીક્ષકશ્રીની કચેરી ખાતે કરવામાં આવી છે. જે અન્વયેએ આજે તા ૧૧-૦૮-૨૦૨૬, મંગળવારના રોજ કચેરી સમય પહેલાં જ ભુજ વિદ્યુત નિરીક્ષાલય ખાતે ઉપસ્થિત થઈ વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો હતો. આ પ્રસંગે ભુજ કચેરીના સહાયક વિદ્યુત નિરીક્ષકશ્રી કે.એમ.પરમાર, શ્રી વાય.કે.કુંડારીયા, તેમજ સ્ટાફ સભ્યો શ્રી આર.પી.રાજદે, શ્રી એમ.આઈ.બાયડ, શ્રી વિષ્ણુભાઈ રાજપૂત,   શ્રી ગોવિંદભાઈ ધોરીયા તથા શ્રીમતી કામિનીબેન ગોર સહિત કચેરીના સમગ્ર સ્ટાફ પરિવાર દ્વારા નવનિયુક્ત અધિકારીશ્રીને ગુલાબના પુષ્પગુચ્છ અર્પણ કરી ઉત્સાહભેર આવકારવામાં આવ્યા હતા. કચેરીના તમામ કર્મચારીઓએ સાહેબશ્રીના બહોળા અનુભવ અને કુશળ માર્ગદર્શન હેઠળ જિલ્લામાં કચેરીની કામગીરી વધુ વેગવંતી અને સક્ષમ બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કરી, તેઓના આગામી કાર્યકાળ માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.