*કચ્છ જમીન વિકાસ બેંકમાં ભાજપ પ્રેરિત સભ્યનો બિનહરીફ વિજય*

કચ્છની જમીન વિકાસ બેંકમાં ભાજપ પ્રેરિત સભ્ય બિનહરીફ વિજયી થતા ભગવો લહેરાયો છે. ગુજરાત કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક જે જમીન વિકાસ બેંક તરીકે જાણીતી છે તેના ડાયરેક્ટર માટેની તાજેતરમાં ચૂંટણી યોજાઇ હતી. આ ચૂંટણીમાં કચ્છના વિવિધ તાલુકાની બેઠકના જિલ્લા પ્રતિનિધિ માટેની 14 બેઠક અને તાલુકા પ્રતિનિધિ માટે 14 બેઠકમાંની ચૂંટણી યોજવામાં આવી હતી. જેમાં જિલ્લા પ્રતિનિધિ તરીકે 14 માંથી 10 અને શાખા/તાલુકા પ્રતિનિધિમાં 14 માંથી 9 ભાજપ પ્રેરિત સભ્યો બિનહરીફ વિજય બનતા બેંક ઉપર ભગવો લહેરાવી ભાજપે દબદબો જાળવી રાખ્યો છે.

જિલ્લા પ્રતિનિધિ તરીકે ભાજપ પ્રેરિત સભ્યોમાં સુરેશભાઈ પોકાર (નખત્રાણા-લખપત), મનુભા ચંદુજા જાડેજા (માંડવી), મહાદેવભાઈ ધનાભાઇ માતા અને નારણભાઇ કરશનભાઈ બકુત્રા (અંજાર), જગદીશભાઈ મેઘાભાઈ કોલી અને પ્રવીણભાઈ રણમલભાઈ ઢીલા (ભચાઉ), રામાભાઇ જેઠાભાઇ બાયડ અને કાયાભાઈ કરશનભાઇ વરચંદ (રાપર), નારણભાઇ કારાભાઇ ડાંગર અને રિતેશભાઈ શામજીભાઈ આહીર (ભુજ) બિનહરીફ વિજેતા થયા હતા.

તાલુકા/શાખા પ્રતિનિધિ તરીકે ભાજપ પ્રેરિત સભ્યોમાં નખત્રાણા-લખપતમાં વસંતભાઈ છાભૈયા અને યશવંતભાઈ સાંખલા, શ્યામભાઈ ભાનુશાલી, માંડવીમાં દિગ્વિજયસિંહ જાડેજા, અમૃતભાઈ પટેલ, અંજારમાં કાનાભાઇ રવાભાઈ જરુ, ભચાઉમાં રામદેવસિંહ જાડેજા, રાપરમાં ધનુભા પતુભા વાઘેલા તથા ભુજમાં લખમણભાઇ ભચુભાઇ આહીર બિનહરીફ વિજેતા થયા હતા.

વિજયી થયેલ સભ્યોને કચ્છ જીલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ, પ્રદેશ ભાજપ મહામંત્રી અનિરુદ્ધભાઈ દવે, રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા, જિલ્લા ભાજપ પ્રભારી ફલજીભાઈ ચૌધરી, સાંસદ વિનોદભાઈ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રભાબેન હુણ, ધારાસભ્યો કેશુભાઈ પટેલ, પ્રદ્યુમનસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી, વીરેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા ભાજપ મહામંત્રીઓ ધવલભાઈ આચાર્ય, હિતેશભાઈ ખંડોર, ભીમજીભાઈ જોધાણી વગેરેએ શુભકામનાઓ પાઠવી હોવાનું કચ્છ જીલ્લા ભાજપ મીડિયા ઈન્ચાર્જ સાત્વિકદાન ગઢવી અને મીડિયા વિભાગના દીપકભાઈ ડાંગરની સંયુક્ત યાદીમાં જણાવાયું હતું.