ગાંધીધામમાં યુવાને ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
copy image

ગાંધીધામમાં 29 વર્ષીય યુવાનએ ગળે ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવ્યું હતો. મળતી માહિતી મુજબ ગાંધીધામના ગુરુકુળ વિસ્તારમાં રહેતા યુવાને કોઈ અગમ્ય કારણોસર કોઈ પણ સમયે પોતાના ઘરની બાલ્કનીની છતના ભાગે ઝુલો બાંધવાના હુંકમાં પ્લાસ્ટીકની દોરી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવની વિગતો યુવાનના પિતાએ ગાંધીધામ એ-ડિવિઝન પોલીસમાં જાહેર કરતા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી આદરી છે.