તમામ લોકો હર ઘર તિરંગાનો ઉત્સવ મનાવે : મોદીનો સંદેશ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના તમામ લોકોને `હર ઘર તિરંગા’ અભિયાનમાં સક્રિય ભાગ લેવાની હાકલ કરી હતી. તેમણે સ્વતંત્રતા દિવસ પહેલાં દરેક ઘરમાં રાષ્ટ્રધ્વજની સાથે ઉત્સવનો માહોલ બનાવવાનો અનુરોધ કર્યો હતો. વડાપ્રધાને આજે ઈન્સ્ટાગ્રામ પર અભિયાનથી જોડાયેલો એક વીડિયો શેર કરતાં લખ્યું હતું કે આવો, આપણે ઘરેઘરમાં હર ઘર તિરંગાનો ઉત્સવ મનાવીએ.આ વીડિયો સંદેશ 15 ઓગસ્ટના સ્વતંત્રતા દિવસ સમારોહથી ઠીક અગાઉ આપવામાં આવ્યો હતો. પોતાની વીડિયો પોસ્ટમાં પીએમ મોદીએ દેશવાસીઓને સંબોધિત કરતાં કહ્યું હતું કે આવો આપણે 15મી ઓગસ્ટને ગર્વ અને સન્માનની સાથે મનાવીએ, સ્વતંત્રતા સેનાનીઓને શ્રદ્ધાંજલિ અર્પિત કરીએ અને એક વિકસિત ભારત બનાવવાનો સંકલ્પ લઈએ. દરેક ઘરમાં તિરંગા, દરેક દિલમાં તિરંગા.