પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માના જન્મદિવસ નિમિત્તે કચ્છ જિલ્લામાં વિવિધ સેવાકીય અને લોકોપયોગી કાર્યક્રમો યોજાયા

image

પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માના જન્મદિવસ નિમિત્તે સમગ્ર કચ્છ જિલ્લામાં જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી દેવજીભાઈ વરચંદની આગેવાની હેઠળ વિવિધ સેવાકીય, સામાજિક અને લોકોપયોગી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

પ્રદેશ અધ્યક્ષશ્રીના જન્મદિવસની ઉજવણી અંતર્ગત કચ્છ જિલ્લાના વિવિધ મંડળો દ્વારા અન્નદાન, ફળ તથા મીઠાઈ વિતરણ, શાળા-વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ, પશુઓ માટે ઘાસચારો, વૃક્ષારોપણ, રક્તદાન, દિવ્યાંગ બાળકોને ઉપયોગી સામગ્રીનું વિતરણ, હોસ્પિટલોમાં ફળ-બિસ્કિટ વિતરણ તેમજ અન્ય સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી.

જિલ્લા બક્ષીપંચ મોરચા દવારા રેન બસેરા ખાતે ભોજન, તાલુકા મંડળો માં વૃક્ષારોપણ, સફાઈ અભિયાન, મીઠાઈ વિતરણ સહિત કાર્યક્રમો કરાયા હતા, આ ઉપરાંત મહિલા મોરચા ધ્વારા મહિલાઓ માટે સર્વાઇકલ કેન્સર સામે રક્ષણ આપતી HPV રસી નું રસીકરણ અભિયાન વિવિધ જગ્યાઓ પર હાથ ધરાયું હતું. અનુસૂચિત જાતિ મોરચા દ્વારા માનવજ્યોત ખાતે ભોજન, નોટબુક વિતરણ સહિત વિવિધ સ્થળોએ લોકોપયોગી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી. યુવા મોરચા દ્વારા પણ જિલ્લાના વિવિધ મંડળોમાં શાળામાં વિદ્યાર્થીઓને નોટબુક વિતરણના સહિત સેવાકીય કાર્યો કરવામાં આવ્યા હતા. તેવીજ રીતે કિશાન મોરચા દ્વારા વિવિધ મંડળોમાં વૃક્ષા રોપણ કરવામાં આવેલ તેમાં જ લઘુમતી મોરચા દવારા પણ ગૌશાળા માં નીરણ, નોટબુક વિતરણ, ફ્રૂટ વિતરણ સહિત કાર્યક્રમો કરવામાં આવ્યા હતા.

આ ઉપરાંત વિવિધ તાલુકા અને શહેર મંડળો માં પણ જરૂરિયાતમંદો ને રાશન કીટ વિતરણ, સેવા વસ્તી માં ભોજન, મનો દિવ્યાંગ બાળકોને તેમજ સરકારી હોસ્પિટલો માં દર્દીઓને ફ્રૂટ વિતરણ,ગાયોને ઘાસચારો, પક્ષીઓને ચણ, સ્વાનો ને રોટલા, વીદ્યાર્થીઓને શિક્ષણ કીટ વિતરણ સહિત વિવિધ સેવાકીય કાર્યો કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓએ પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી તેમના દીર્ઘાયુ, નિરોગી સ્વાસ્થ્ય અને સુખમય જીવન માટે પ્રાર્થના કરી હતી.

આ પ્રસંગે જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ એ જણાવ્યુ હતું કે, પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માજી ના જન્મદિવસે જિલ્લા માં વિવિધ 102 જેટલી જગ્યાઓ પર સેવાકીય અને લોકોપયોગી કાર્યક્રમો કરવામાં આવ્યા હતા અને ભારતીય જનતા પાર્ટી હંમેશા “સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ”ના સંકલ્પ સાથે સમાજના વિવિધ વર્ગો સુધી પહોંચીને લોકોપયોગી કાર્યો કરતી રહી છે અને આવા સેવાકીય કાર્યો દ્વારા જનસેવાનો સંકલ્પ વધુ મજબૂત બનાવવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું.

જિલ્લા ભરમાં યોજાયેલા કાર્યક્રમોમાં જિલ્લા ભાજપ અધ્યક્ષ  દેવજીભાઈ વરચંદ ઉપરાંત  ધારાસભ્યો કેશુભાઈ પટેલ,  પ્રદ્યુમનસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી,  વિરેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા ભાજપના મહામંત્રીઓ  હિતેશભાઈ ખંડોલ, ભીમજીભાઈ જોધાણી સહિત જિલ્લા ભાજપના હોદ્દેદારો, વિવિધ મોરચાના હોદેદારો, મંડળના પ્રમુખ મહામંત્રીઓ, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ  મોટી સંખ્યામાં જોડાયા હોવાનું કચ્છ જિલ્લા ભાજપના મીડિયા ઇન્ચાર્જ સાત્વિકદાન ગઢવી તેમજ સહ ઇન્ચાર્જ ચેતનભાઈ કતીરા ની યાદીમાં જણાવાયું હતું.