રાપરના સેલારીમાં તલાટી કમ મંત્રી રૂ.1000ની લાંચ લેતા ઝડપાયા

image

સેલારી જુથ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી અલ્પાબેન પટેલ ACBના છટકામાં ઝડપાયા. હક્ક દાખલ કરવાની નોંધ પાડવા બદલ રૂ.1000ની લાંચની માંગણી કરાઈ.લાંચની માંગણી બાદ ACB ગાંધીધામ દ્વારા ડીકોય છટકાનું આયોજન કરાયું.ડીકોયર પાસેથી રૂ.1000ની લાંચ સ્વીકારતા તલાટી કમ મંત્રી ઝડપાયા.ACBની ટીમે લાંચની રૂ.1000ની રકમ રિકવર કરી.સેલારી જુથ ગ્રામ પંચાયતની ઓફિસ ખાતે લાંચનું છટકું ગોઠવાયું. સરકારી કામની નોંધો અને વેરા સહિતની કામગીરી માટે ગેરકાયદેસર લાંચ માંગતી હોવાની રજૂઆત મળી હતી.રૂ.200થી રૂ.5000 સુધીની લાંચ માંગતી હોવાની ખાનગી રજૂઆતો મળ્યા બાદ કાર્યવાહી.ACB ગાંધીધામની ટીમે બે સરકારી પંચોની હાજરીમાં કાર્યવાહી હાથ ધરી.મામલે ACB દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ