જાનથી મારી નાખવાની કોશિષના ગુનાને અંજામ આપી ભુજ ખાતે છુપાયેલ ઈસમોને પકડી પાડતી ભુજ શહેર બી ડીવીઝન પોલીસ

પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુડા સાહેબ પશ્ચિમ કચ્છ-ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી ડૉ.વિશ્વા શાહ સાહેબ નાઓ દ્વારા શરીર સંબધી કે મિલકત સંબંધી બનાવો ના બન્ને તે સારૂ જરૂરી પેટ્રોલીંગ રાખવા તથા અસામાજીક તત્વો ઉપર જરૂરી વોચ રાખવા સારૂ સુચના આપેલ હોય.
જે અન્વયે ભુજ શહેર બી ડીવીઝન પો.સ્ટે.ના પો.ઇન્સ એ.એમ.હેરમાં સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ મહારાષ્ટ્ર પોલીસ આરોપી તપાસ માટે આવેલ જેમાં પેાર પોલીસ સ્ટેશન નાલાસોપારા મુંબઈ પોલીસ સ્ટેશનના મદદનીશ પો.ઈન્સ રમેશ વાઘચીરે દ્વારા પેાર પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ ગુના નંબર કર૩/૨૦૬ બી.એન.એસ કલમ ૧૦૯(૧), ૩(૫), ૧૧૫(૨), ૩૫૧(૨) તથા મહારાષ્ટ્ર પોલીસ અધિનિયમ ૧૩૫, ૩૭(૧) મુજબના ગુના કામેને અંજામ આપી આરોપીઓએ ભુજ ખાતે આશ્રય લીધેલ હોય જેથી ભુજ શહેર બી ડીવીઝન પો.સ્ટેના પો.હેડ કોન્સ લાલજીભાઈ એલ. મકવાણા તથા પો કોન્સ નાનુભાઈ જે. કરમટા નાઓ દ્વારા જરૂરી વર્કઆઉટ કરી હ્યુમન સોસીંસ તથા ટેકનીકલ મદદથી બારોપીઓને પકડી પાડી મહારાષ્ટ્ર પોલીસને હસ્તગત કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીનું નામ સરનામ
(૧) આઝીઝ શાહગીર મોહમ્મદ શેખ રહે. નાલાસોપારા મુંબઈ મહારાષ્ટ્ર
(૨) આજીમ શાહગીર મોહમ્દ શેખ રહે. નાલાસોપારા મુંબઈ મહારાષ્ટ્ર
કામગીરી કરનાર અધિકારી/કર્મચારી
આ કામગીરી પોલીસ ઇન્સપેકટરશ્રી એ.એમ હેરમા ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન તથા મદદનીશ પો.ઈન્સ રમેશ વાઘચીરે પેલ્બર પોલીસ સ્ટેશન ના માર્ગદર્શન હેઠળ પો.હેડ.કોન્સ લાલજીભાઈ એલ મકવાણા તથા પો.કોન્સ નાનુભાઈ જે. કરમટા નાઓ દ્વારા આ કામગીરી છે.