શિરાચામાં કપડાં સૂકાવવા જતાં સગીરને વીજ કરંટ ભડખી ગયો

vijli dead

copy image

મુંદરા તાલુકાના સિરાચામાં મૂળ ઉત્તરપ્રદેશનો 17 વર્ષીય સગીર કપડાં સૂકાવવાં જતાં વીજળીનો કરંટ લાગતાં તેનું મોત નીપજ્યું હતું. આ અંગે મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના ઉજ્જૈન જિલ્લાનો સગીર હાલે શિરાચા બાજુ રહે છે. તા. 12/8ના રાતે નવ વાગ્યાના અરસામાં તે કપડાં સૂકવવા જતાં જીવતા વીજતારના સંપર્કમાં આવતાં તેને જોરદાર વીજળીનો કરંટ લાગ્યો હતો. જેના કારણે તેનું મૃત્યુ નિપજીયાની માહિતી મુંદરા પોલીસ મથકે જાહેર થતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.