માંડવી શહેરમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ: દેશભક્તિના રંગે રંગાયું માંડવી શહેર

image

માંડવી: ૧૫મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે માંડવી શહેરોમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ તિરંગા યાત્રામાં સમગ્ર શહેર દેશભક્તિના રંગમાં રંગાયેલું જોવા મળ્યું હતું.

આ યાત્રા માંડવી શહેરના આઝાદ ચોક ખાતેથી વિધિવત રીતે પ્રસ્થાન થઈ હતી. શહેરના વિવિધ મુખ્ય માર્ગો પરથી ફરીને આઝાદીનો સંદેશ પ્રસરાવતી આ યાત્રા મહિલા બાગ ખાતે પહોંચીને સંપન્ન થઈ હતી. યાત્રા દરમિયાન માર્ગો પર ઉપસ્થિત નાગરિકો અને સહભાગીઓના હાથમાં લહેરાતો ભારતીય તિરંગો અને દેશભક્તિના નારાઓએ સમગ્ર વાતાવરણને રાષ્ટ્રપ્રેમથી ગુંજવી મૂક્યું હતું.

આ ભવ્ય તિરંગા યાત્રામાં માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે, નગરપાલિકાના કાઉન્સિલરો, બીએસએફ (BSF) ના જવાનો, માંડવી પોલીસ પ્રશાસન, શહેરની વિવિધ શાળાના વિદ્યાર્થીઓ તથા બહોળી સંખ્યામાં સ્થાનીય નાગરિકો જોડાઈને દેશભક્તિ વ્યક્ત કરી હતી.