વરસામેડી ખાતે તાલુકાકક્ષાની તિરંગા યાત્રામાં સહભાગી થતા ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગા

આજરોજ સ્વાતંત્ર્ય પર્વ પૂર્વે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાએ અંજારના વરસામેડી ખાતે તાલુકાકક્ષાની તિરંગા યાત્રાને લીલીઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. વંદે માતરમ્ સહિત દેશભક્તિના નારાઓ અને ગીતોથી વરસામેડી ગામનું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.
ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું હતું કે, અનેક લોકોએ પોતાના જીવનનું બલિદાન આપ્યું ત્યારે આપણને આ મહામૂલી આઝાદી મળી છે. આવનારી પેઢીઓ દેશની આઝાદી માટે ઝઝુમેલા નામી-અનામી સપૂતોથી અવગત થાય એ ખૂબ જ જરૂરી છે. વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી શરૂ થયેલા હર ઘર તિરંગા અભિયાનમાં ઉત્સાહભેર સહભાગી થઈને ૧૫ ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવા રાજ્ય મંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે સાંસદશ્રી વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, ૧૫ ઓગસ્ટની ઉજવણીની પૂર્વ સંધ્યાએ આ ઉજવણીથી સમગ્ર રાજ્યમાં દેશભક્તિમય માહોલ બન્યો છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી હર ઘર તિરંગા યાત્રા સમગ્ર ગુજરાતમાં યોજાઈ રહી છે. તિરંગો એ આપણી આપ બાન અને શાન છે તેમ જણાવીને સાંસદશ્રીએ ૧૫ ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પ્રસંગે કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી પ્રભાબેન હુણ, કચ્છ મોરબી સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા, અગ્રણીશ્રી દેવજીભાઈ વરચંદ, શ્રી હિતેશભાઈ ખંડોર, શ્રી મિતરાજ સિંહ જાડેજા, શ્રી રૂપાભાઈ રબારી, શ્રી કેશાભાઈ રબારી, શ્રી સંદિપભાઈ ચાવડા, અંજાર મામલતદારશ્રી ભગવતીબેન ચાવડા, તાલુકા વિકાસ અધિકારીશ્રી ભાવેશ પટેલ સહિત પદાધિકારીઓ અને અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વધુમાં આ યાત્રામાં ગ્રામજનોની સાથે આરોગ્ય શાખા, આંગણવાડી, પોલીસ જવાનો, શાળાના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા આ હતા.