૮૦ મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે ભુજ તાલુકા પંચાયત કચેરી મધ્યે ધ્વજવંદન કરવામાં આવ્યું.

image

૮૦ મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે ભુજ તાલુકા પંચાયત કચેરી મધ્યે ભુજ તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી લક્ષ્મીબેન રામજી ખેતાણી દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું. જેમાં તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિનાં ચેરમેન વાલુબહેન બળગા, કારોબારી ચેરમેન કુલદીપસિંહ ચૌહાણ, તાલુકા વિકાસ અધિકારી દિક્ષિતભાઈ ઠકકર, વિસ્તરણ અધિકારીઓ માવજીભાઈ પરમાર, ભચુભાઈ મહેશ્વરી અને કૌશિકાબેન મજેઠીયા, અધિક તા.વિ.અ. રમેશભાઈ મહેશ્વરી, નિવૃત્ત ટીડીઓ હુસેનભાઇ ભટ્ટી અને દામજીભાઈ મતીયા, સચિન પંડ્યા હાજર રહ્યા હતા.
ભુજ પ્રાથમિક શાળા નંબર ૧૦નાં વિધાર્થીઓએ ધ્વજવંદનમાં ઉત્સાહભેર ભાગ લીધેલો જેમાં કેનેરા બેંક ભુજ શાખા તરફથી ધોરણ ૬ થી ૮ નાં પ્રતિભાશાળી વિધ્યાર્થીઓને પાંચ હજાર સુધીની શિષ્યવૃત્તિનાં ચેક તેમજ શૈક્ષણિક કીટ આપવામાં આવેલ. વિધાર્થીઓને અલ્પાહાર તાલુકા પંચાયત સદસ્યશ્રી દ્વારા આપવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભુજ શાળા નંબર ૧૦નાં આચાર્યશ્રી યોગેશભાઈ જરદોસ અને વ્યવસ્થા મંથનભાઈ દરજી, હિતેન્દ્રભાઈ રાવલ, નિશા મહેશ્વરી દ્વારા કરાયેલ. આભાર વિધી શાળાના સિનીયર શિક્ષિકા પ્રતિમાબહેન ઠક્કર દ્વારા કરવામાં આવેલ.