અદાણી મુંદ્રા એરપોર્ટ પરથી 52 દિવસમાં 10,000 મુસાફરોએ ઉડાન ભરી

અદાણી મુંદ્રા એરપોર્ટનાં નવા બનેલા આધુનિક ટર્મિનલે માત્ર ૫૨ દિવસમાં ૧૦,૦૦૦ મુસાફરોનું સીમાચિહ્ન પાર કરી અનોખો રેકોર્ડ બનાવ્યો છે. ૨૩ જૂન ૨૦૨૬થી દેશનાં વિવિધ શહેરો સાથે હવાઈસેવા શરૂ થતાં આ નવનિર્મિત ટર્મિનલનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આટલા ટૂંકા સમયમાં આ સિદ્ધિ હાંસલ કરીને કચ્છની હવાઈ કનેક્ટિવિટીના નવા અધ્યાયને વધ મજબૂત બનાવ્યો છે. અદાણી ગ્રુપ દ્વારા વિકસાવવામાં આવેલું આ વિશ્વસ્તરીય એરપોર્ટ પર સ્ટાર એરની વિવિધ એરલાઇન સેવાઓ કાર્યરત છે. દેશના મહાનગરો સાથે સીધી તેમજ વન-સ્ટોપ કનેક્શન્સ દ્વારા મુંદ્રા હવે કચ્છનું મહત્વનું સિવિલ એવિએશન હબ બની ગયું છે. ભુજ અને કંડલા પછી આ ત્રીજું હબ ઝડપથી મુસાફરોનો વિશ્વાસ જીતી રહ્યું છે. રેકોર્ડબ્રેક પ્રદર્શનના મુખ્ય કારણો જોવા જઈએ તો ૧,૯૦૦ મીટર લાંબી રનવે અને આધુનિક ટર્મિનલ સુવિધાઓ. સરળ ચેક-ઇન, વેઇટિંગ લાઉન્જ, વ્હીલચેર સુવિધા અને એર-કન્ડિશન્ડ ફૂડ કોર્ટ, સ્ટાર
એરની નિયમિત અને વિશ્વસનીય ઉડાનો, કચ્છના ઔદ્યોગિક વિકાસ, પોર્ટ-લેડ ઈકોનોમી અને કચ્છના પર્યટનને કારણે વધતી માંગને લીધે મુસાફરોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. આ સિદ્ધિ એ બતાવે છે કે મુંદ્રા માત્ર ભારતનું સૌથી મોટું ખાનગી વાણિજ્યિક પોર્ટ જ નહીં, પરંતુ હવાઈ કનેક્ટિવિટીનું પણ ઝડપથી વિકસતું કેન્દ્ર બની રહ્યું છે. વ્યવસાયિક મુસાફરો, ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો, બહાર વસતા કચ્છીઓ અને પર્યટકો માટે આ એરપોર્ટ સમય અને અનુકૂળતાની દ્રષ્ટિએ મોટી સુવિધા સાબિત થઈ રહ્યું છે. અદાણી ગ્રુપ અને સ્ટાર એરની પહેલથી કચ્છના વેપાર, ઉદ્યોગ અને પર્યટનને નવી ગતિ મળી રહી છે. માત્ર ૫૨ દિવસમાં ૧૦,૦૦૦ મુસાફરોએ નવા ટર્મિનલ તેમજ હવાઈસેવાનો લાભ લીધો હતો, આ સિદ્ધિ કચ્છના મુંદ્રા વિસ્તારના વિકાસની યાત્રામાં એક મહત્વનું પગલું છે અને ભવિષ્યમાં વધુ મોટી સફળતાઓનું સૂચન કરે છે. મુંદ્રા એરપોર્ટ હવે કચ્છને દેશના મુખ્ય શહેરો સાથે જોડતું મજબૂત એકમ બની ગયું છે. આ સફળતા અદાણી ગ્રુપના વિકાસ મોડલ અને સ્ટાર એરની રીજનલ કનેક્ટિવિટી પ્રત્યેની પ્રતિબદ્ધતાનું સ્પષ્ટ ઉદાહરણ છે.