ઘ૨ફોડ ચોરીનાં ગુનાનો ભેદ ઉકેલી મુદ્દામાલ સાથે આરોપીઓને પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ પુર્વ–કચ્છ,ગાંધીધામ

PHOTO-2026-08-15-10-57-55.jpg (1)

પોલીસ મહાનિરીક્ષકથી ચીરાગ ડોરડીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષડથી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ, ગાંધીધામનાઓ તરફથી જીલ્લામાં બનતા મિલકત સબંધી બનાવો શોધી ડાઢવા જરૂરી સુચનાઓ આપવામાં આવેલ હોય

ગઈ તા.૧૩/૦૮/૨૦૨૬ ના રોજ ગાંધીધામ બી ડીવીજન પો.સ્ટે વિસ્તારના કિડાણા ગામ ખાતે ફરીયાદીના રહેણાંક મકાનમાં રાત્રીના સમયે કોઈ અજાણ્યા ચોર ઇસમો પ્રવેશ કરી રસોડામાં રાખેલ સોના ચાંદીના દાગીનાની ચોરી કરી નાશી ગયેલ જે અંગે ફરીયાદી હાજી આમદભાઈ છુછીયાનાઓની ફરીયાદ આધારે ગાંધીધામ બી ડીવીજન પો.સ્ટે. ગુ.૨.નં.૧૨૩૧/૨૬ ભારતીય ન્યાય સંહિતા 5.30પ(એ),૩૩૧(૩),(૪) મુજબનો ગુનો તા.૧૪/૦૮/૨૬ ના રોજ દાખલ કરવામાં આવેલ.

ઉપરોકત ઘરફોડ ચોરીનો ગુનો શોધી ડાઢવા જે.એમ.વાળા પોલીસ ઇન્સપેકટર લોકલ ડાઈમ બ્રાન્ચ,પુર્વ કચ્છ ગાંધીધામનાઓની આગેવાનીમાં એલ.સી.બી. ની અલગ-અલગ ટીમો સતત પ્રયત્નશીલ હતી અને ટેકનીકલ એનાલીસીસ તથા હ્યુમન સોર્સના આધારે તેમજ ખાનગી રાહે તપાસ ચાલુ રાખેલ તે દરમ્યાન ખાનગી બાતમી હડીકત મળેલ કે લક્ષનગર કિડાણાથી આદિપુર તરફ બે ઇસમો ઉપરોકત ચોરીના મુદામાલ સાથે આવી રહેલ હોય જેથી એલ.સી.બીની ટીમ દ્રારા જરૂરી વર્ડઆઉટ કરી કિડાણા ત્રણ રસ્તા પર વોચ રાખી મોટર સાઈકલ પર આવી રહેલ બે ઈસમોને નીચે જણાવેલ મુદામાલ સાથે પકડી પાડી ઘરફોડ ચોરીનો ગુનો શોધી ડાઢી ડાયદેસર ની કાર્યવાહી કરી આગળની ડાર્યવાહી માટે ગાંધીધામ બી ડીવીજન પો.સ્ટેશન ને સોપવામાં આવેલ છે.