ભુજમાં ભીડનાકા દાદુપીર વિસ્તારમાં ગટર ઉભરાતા સ્થાનિકો ત્રાહિમામ, તંત્ર બેફિકર

image

ભુજ શહેરના ભીડ નાકા દાદુપીર વિસ્તાર માં છેલ્લા ઘણા સમયથી ગટર ઉભરાઈ રહી છે. સ્થાનિકો ના જણાવ્યા અનુસાર ગટર ઉભરાવાના કારણે લાકોના ઘરોમાં ગટર નું દુષિત પાણી જવા લાગ્યું છે. ખાસ કરીને બાળકો વુદ્ધ અવસ્થાના લોકોને ખૂબ જ તકલીફ પડી રહી છે. નગરપાલિકા ની વ્યવસ્થા સંપૂર્ણપણે ઠપ છે. ગટરના પાણીની દુર્ગંધ અને મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે. સ્થાનિકોએ આ બાબતે નગરપાલિકાને વારંવાર રજૂઆતો કરી છે. પરંતુ તંત્ર દ્વારા આજદિન સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. ચોમાસાની સીઝનમાં આવી ગંદકીને કારણે ડેન્ગ્યુ, મેલેરિયા જેવા રોગો ફાટી નીકળવાની પૂરેપૂરી શક્યતા છે. નગરપાલિકાની આ ઘોર બેદરકારીને કારણે વિસ્તારના લોકોના આરોગ્યને ગંભીર ખતરો છે. ત્યારે તંત્રએ તાત્કાલિક ધોરણે ગટર ની કામગીરી હાથ ધરી લોકોને રાહત આપવી જોઈએ તેવી કડક માંગ આ વિસ્તારના રહેવાસીઓએ કરી છે.