લાઇસન્સ વગરની દેશી બનાવટની બંદુક સાથે એકની અટકાયત

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓ અસામાજીક પ્રવૃતી નાબુદ કરવા પરવાના વગરના ગેરકાયદેસર હથીયાર રાખતા ઈસમોની તપાસ કરી કાયદેસર કાર્યવાહી કરવા માટે સુચના આપેલ.
જે સુચના અનુશંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચીમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એ.એમ.મકવાણા તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એમ.એચ.શીણોલ સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચ સ્ટાફના કર્મચારીઓ ભુજ તાલુકા વિસ્તારમાં આધુનિક કીટ સાથે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સુરેન્દ્રસિંહ ઝાલા તથા દિવ્યરાજસિંહ જાડેજાનાઓને ખાનગીરાહે બાતમી હકીકત મળેલ હતી કે,એફ.ઝેડ મો.સા. રજી નં.GJ-12-EA-4724 વાળીથી બે ઇસમો વાવડી સીમ વિસ્તારમાં દેશી હાથબનાવટી બંદુકથી શિકાર કરવા અર્થે આવેલ છે જે બાતમી અંગે તુરંત વર્ક આઉટ કરતા એક ઇસમ હાથ બનાવટની દેશી બંદુક સાથે મળી આવેલ અને એક ઇસમ નાશી ગયેલ જેથી હાજર મળી આવેલ ઇસમ પાસે રહેલ આ દેશી બંદુક રાખવા અંગેના પાસ પરવાનાની માંગણી કરતા પોતાની પાસે આવા કોઈ આધાર પુરાવા કે લાયસન્સ નહી હોવાનું જણાવેલ જેથી મજુકર પકડાઇ ગયેલ ઇસમ ગેરકાયદેસર રીતે પરવાના વગર દેશી બંદૂક સાથે મળી આવેલ હોય તેના તથા નાશી ગયેલ ઇસમ વિરૂધ્ધ પધ્ધર પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એકટ કલમ ૨૫(૧-બી),એ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ હેઠળ ગુનો દાખલ કરાવી આગળની કાર્યવાહી સારૂ આરોપી તથા મુદ્દામાલ પધ્ધર પો.સ્ટે. સોપવામાં આવેલ છે.