ભુજમાં 12.66 લાખના મુદ્દામાલ સાથે જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી એલસીબી પશ્ચિમ કચ્છ ભુજ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓ દ્વારા જુગારની બદી નેસ્ત નાબુદ કરવા માટે સુચના આપવામાં આવેલ.
જે સુચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એ.એમ.મકવાણા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી.જાદવ સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એમ.એચ.શીણોલ સાહેબનાઓએ જુગારની બદી નેસ્ત નાબુદ કરવા માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને સુચના અને માર્ગદર્શન આપેલ. જે સુચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાંચના કર્મચારીઓ ભુજ તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન પંકજભાઇ કુશવાહા તથા શ્યામભાઇ ગઢવીનાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, જી.આઈ.ડી.સી વિસ્તારમાં હનુમાનજીના મંદીર પાછળના ભાગે આવેલ લસણની ફેકટરીના ખુલ્લા વરંડામાં અમુક ઈસમો ગંજીપાના વડે રુપીયાની હારજીતનો જુગાર રમી રહ્યા છે અને હાલે આ ગેરકાયદેસર પ્રવૃતિ ચાલુમાં છે તેવી સચોટ અને ભરોસાલાયક બાતમી હકિકત મળેલ હોય જે અંગે લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફ દ્વારા તુરંત જ વર્કઆઉટ કરી બાતમી વાળી જગ્યાએ જઈ રેડ કરતા ઉપર મુજબના ઇસમોને ગેરકાયદેસર રીતે ગંજીપાના વડે પૈસાની હારજીતનો તીન પત્તીનો જુગાર રમતા ઉપરની વિગતે મુદ્દામાલ સાથે પકડી પાડેલ છે.