પીએમના પ્રવાસ પહેલાં બાંગ્લાદેશે મૂકી શરત !

image

ગત પાંચ ઓગસ્ટે  દિલ્હીમાં શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સથી બાંગ્લાદેશના વડાપ્રધાન તારિક રહેમાનની ભારત મુલાકાતને લગતા રાજકીય રહસ્યમાં વધારો થયો છે અને પડોશી દેશે શરત મૂકી છે કે, વડાપ્રધાન તારિક રહેમાનની ભારત મુલાકાત ત્યારે જ શક્ય છે જો ભારત ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને પ્રત્યાર્પણ કરે. ઢાકાએ ભારતને દ્વિપક્ષીય સંબંધોમાં સુધારો અને મુલાકાત માટે અનુકૂળ વાતાવરણ બનાવવાનું કહી તાત્કાલિક નક્કર પગલાં લેવા વિનંતી કરી હતી. એક મીડિયા હેવાલ અનુસાર, બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયના એક નિવેદન મુજબ, બાંગ્લાદેશના વડાપ્રધાન તારિક રહેમાનની ભારત મુલાકાત અંગે બંને દેશો વચ્ચે અઠવાડિયાથી વાટાઘાટો ચાલી રહી હતી, પરંતુ 5 ઓગસ્ટના નવી દિલ્હીમાં શેખ હસીનાની ખુલ્લી પત્રકાર પરિષદથી આ પ્રક્રિયામાં ગંભીર મુશ્કેલીઓ ઊભી થઈ છે. વધુમાં જણાવ્યું હતું કે,બાંગ્લાદેશ માટે આંતરરાષ્ટ્રીય ગુના ટ્રિબ્યુનલ દ્વારા જો ભારત સરકાર માનવતા વિરુદ્ધના ગુનાઓમાં દોષિત શેખ હસીનાને પ્રત્યાર્પણ કરે અને અન્ય વોન્ટેડ ગુનેગારોને બાંગ્લાદેશને સોંપે તો જ સૌહાર્દપૂર્ણ સંબંધો અને વડાપ્રધાનની મુલાકાત શક્ય છે.વધુમાં માંગ કરાઈ છે કે, શરીફ ઉસ્માન હાદીની હત્યાના આરોપીઓને બાંગ્લાદેશને સોંપવામાં આવે. બાંગ્લાદેશ સરકારે કહ્યું છે કે તે આ માંગણીઓ પર નવી દિલ્હીના ઔપચારિક પ્રતિભાવની રાહ જોઈ રહ્યું છે.