અંજારના પરીવહનઉદ્યોગકાર સાથે વાહન ખરીદી મુદે 10 લાખની છેતરપીંડી

froud

copy image

copy image

અંજાર પરીવહન ઉદ્યોગકાર સાથે બે શખ્સોએ ગાડી ખરીદી મુદે 10  લાખની છેતરપીંડી કરી હોવાનો મામલો ફરીયાદ રૂપે પોલીસ ચોપડે નોંધાયો હતો.આ અંગે મળતી માહિતી મુજબ ઓમ ટ્રાન્સપોર્ટ ના નવીનભાઈ વેલજીભાઈ ડાંગરે વાહન લે-વેચના વેપારનો એજન્ટ  જયવીરસિંહ લખવિન્દરસિંહ પદમ તથા આરીફ મહોબ્બત વિરુધ્ધ ગુન્હો નોંધાવ્યો હતો. ગત તા. 23/12/2025 ના બનેલા આ બનાવ અંગે પોલીસે કહ્યું હતુ કે આરોપીઓએ ટ્રકનો સોદો રૂા.10 લાખમાં કર્યો હતો.તહોમતદારોએ ટ્રકના અવેજમાં રૂા.10 ચુકવી આપ્યા હતા. નાંણા મેળવ્યા બાદ આરોપીઓએ વાહન અથવા લીધેલા નાંણા પરત ન આપી વિશ્વાસધાત અને છેતરપીંડી કરી હતી. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.