મીઠીરોહરના કુખ્યાત આરોપી ચાર જિલ્લામાંથી તડીપાર

મીઠીરોહરના કુખ્યાત આરોપીને ચાર જિલ્લામાંથી તડીપાર કરાયો હતો. મળતી માહિતી મુજબ આરોપી કાસમ ઉર્ફે ગુડબો જુમા સોઢા વિરુદ્ધ શરીર અને મિલકત સંબંધિત ત્રણ જેટલા ગુના નોંધાયા હતા. જેને લઈને ગાંધીધામ બી-ડિવિઝન પોલીસ દ્વારા તડીપારની દરખાસ્ત કરાઈ હતી, જેને સબ ડિવિઝનલ મેજિસ્ટેટ એસ.જે. ચૌધરીએ ગ્રાહ્ય રાખી  હતી. આ માથાભારે શખ્સને કચ્છ જિલ્લા ઉપરાંત મોરબી, સુરેન્દ્રનગર, પાટણ જિલ્લાઓની હદમાંથી તડીપાર કરવાનો આદેશ અપાયો હતો. આ હુકમ તળે આરોપીને તડીપાર કરાયો હતો.