ઝુરા સીમમાં વીજ ટાવર પાસેથી રૂા. 3.60 લાખના વાયરની ચોરી

cable-chori

copy image

copy image

ભુજ તાલુકાના ઝુરા સીમમાં ખાનગી કંપનીના વીજ ટાવર પાસેથી રૂા. 3,60,000ના વાયરની તસ્કરી ની ફરિયાદ નોંધાઇ છે.મળતી માહિતી મુજબ ટાટા પ્રોજેક્ટ લિ.માં નોકરી કરતા ફરિયાદીએ માધાપર પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ કંપનીના ઝીરા સીમમાં આવેલ વીજ ટાવરનું કામ ચાલુ છે, જેની બાજુમાં પડેલા કંડક્ટર ડ્રમમાંથી 28 એમએમના એલ્યુમિનિયમના વાયર આશરે 1200 મીટર જેની કુલ્લ કિં.રૂા. 3,66,000ની કોઇ અજાણ્યા ચોર ઇસમ ગત તા. 11/8ના મધ્ય રાતે ચોરી કરી લઇ ગયા છે. પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.