ભુજમાં બસની ટક્કરથી ઘાયલ વૃદ્ધાનું સારવાર દરમ્યાન મોત

copy image

copy image

 ગત તા. 12/8ના ભુજમાં માર્ગ ઓળંગતા 83 વર્ષીય વૃદ્ધાને બસે ટક્કર મારતાં માથાંમાં ગંભીર ઈજા પહોંચતાં તેમનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર ભુજના લોટસ કોલોની બાજુ રહેતા વૃદ્ધા તા. 12/8ના બપોરે એકાદ વાગ્યાના અરસામાં ઉદ્યોગ સર્કલથી રિલાયન્સ સર્કલ વચ્ચે રઘુવંશીનગરના કટ પાસે પગે ચાલીને માર્ગ ઓળંગી રહ્યા હતા તેવામાં બસે ટક્કર મારતાં માથાંમાં ગંભીર ઈજા પહોંચી હતી. તેને સારવાર અર્થે ભુજની ખાનગી હોસ્પિટલ ખસેડાતાં હેમરેજ થયાનું સામે આવ્યું હતું. તા. 18/8ના સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ થતાં પોસ્ટમોર્ટમ અર્થે તેના પૌત્ર તેને જી. કે. જનરલ હોસ્પિટલમાં લઈ આવ્યા હોવાની વિગતો હોસ્પિટલની પોલીસ ચોકીમાં જાહેર કરાઈ છે.