પ્રાપ્ત માહિતી પ્રમાણે અંજાર શહેર વિસ્તારમા આવેલી આગનવાણી કેન્દ્ર નંબર 17 મા જે પૌષ્ટીક આહાર વિતરણ કરવામાં આવે છે તેમાં ધઉની બોરી(બાચકા) મા રીતસરના ધુળ, કાંકરા, સાથે સિમેન્ટનો ભુક્કો સાથે, સિમેન્ટના નાના મોટા કાંકરા સાથે દેખાયા છે અંજારના આગનવાણી કેન્દ્ર નંબર 17 મા જે સરકારી ધઉ, તેલ, ડાર, નુ જે વિતરણ થાય છે તે જથ્થો આપવામાં આવેલ છે તેમાનો ધઉનો જથ્થો ખરાબ હાલતમા જોવા મળ્યો હતો ત્યારે તે જથ્થામા રીતસરના માટીના કાંકરા, સિમેન્ટનો ભુક્કો, સાથે સમેન્ટના કાંકરા જોવા મળ્યા છે. આ ખાદ્ય માલનો જથ્થો અમુક માત્રામા તો વિતરણ પણ કરાઈ ચુકયો હોવાનુ જાણવા માડી રહ્યું છે. આ જથ્થો સગર્ભા મહીલાઓ, ગાત્રી બહેનોને અને ફુલ જેવા નાના બાળકોને સરકારી બાલ વિકાસ યોજના અને સગર્ભા માહિલાઓને આપવાનો હોય છે તેવું જાણવા મળ્યું છે આ જથ્થો સરકારી વિભાગના દેખરેખ હેઠળ જ વિતરણ થયેલ હોઈ આ બાબતે વિતરણ જે પણ સરકારી અજેન્સી કરતી હોય તે વિભાગ દ્વારા રેશનીંગની દુકાનોને અપાય પછી ત્યાથી આ માલ જે તે વિસ્તારમા આવતી આંગણવાડી સંચાલકોને આપવાનુ હોય છે. ત્યારે વિચારવાનુ એ રહે છે કે આ તંત્રની નજર હેઠળ જ જો વિતરણ થતુ હોય તો આ જથ્થાની ચકાસણી કરવા માટેના સંબધીત અધિકારીએ પોતાની ફરજ બજાવી છે કે નહી..? તો આવા ખરાબ માલનો બીજા જથ્થાનો પણ વિતરણ થઇ ગયેલ કે નહિ તેની પણ તપાસ કરવું યોગ્ય છે. સુ તંત્ર આ બાબતે તપાસ કરાવી યોગ્ય પગલાં લેસે.?