રાજય મંત્રી વાસણભાઈ આહીર ના ગામ રતનાલ અને ચંદિયા કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલ રોડમાં પડ્યા ખાડા

રાજય મંત્રી વાસણભાઈ આહીર ના ગામ રતનાલ અને ચંદિયા રોડ કરોડો રૂપિયાના ખર્ચે નવા માર્ગો બનાવવામાં આવ્યા છે પરંતુ છેલ્લા ત્રણ દિવસ દરમ્યાન પડેલા વરસાદના કારણે આ માર્ગો ઉપર જમીન બેસી જવાના કારણે મોટા ખાડા પડયા છે. વરસાદ રોકાઈ ગયાને ઘણો સમય થઈ ગયો હોવા છતાં તંત્ર જાણે આ ખાડા પુરવા માટે અકસ્માતની રાહ જોઈ રહયું હોય તેવું લાગી રહયું છે. આ વિસ્તારના વસાહતીઓ પણ સતત અકસ્માતના ભયે વાહનો હંકારી રહયા છે.કરોડો રૂપિયા ખર્ચ કરીને આ વિસ્તારના વિકાસ માટે કામગીરી કરવામાં આવી રહી છે. રીંગરોડથી માંડી અંદરના આંતરિક માર્ગો બનાવી દેવાયા છે પરંતુ યોગ્ય પુરાણના અભાવે માર્ગો ઉપર મસમોટા ખાડા થઈ ગયા છે. છેલ્લા ત્રણ દિવસ દરમ્યાન પડેલા વરસાદની અસર આ માર્ગો ઉપર જોવા મળી રહી છે પરંતુ વરસાદ રોકાઈ ગયા બાદ પણ ખાડા પુરવાનો તંત્ર પાસે સમય નથી.રતનાલ અને ચંદિયા જવાના માર્ગ ઉપર આ ખાડામાં અકસ્માત થવાની જાણે કે તંત્ર રાહ જોઈ રહયું હોય તેવું લાગી રહયું છે. ત્યારે તંત્રએ હવે આળસ ખંખેરીને કોઈ મોટો અકસ્માત સર્જાય તે પહેલા આ ખાડા પુરવાની કામગીરી સત્વરે શરૂ કરી દેવી જોઈએ.આ માર્ગ ઉપર રોજના હજારો વાહનો પસાર થઈ રહયા છે. વિવિધ કામો માટે ખોદકામની પ્રવૃતિ બાદ યોગ્ય પુરાણના અભાવે આ સ્થિતિનું નિર્માણ થતું હોય છે તેમ છતાં બેજવાબદાર કોન્ટ્રાકટરો સામે પગલાં ભરવામાં આવતાં નથી. રોડ ને બનવાને માત્ર હજી 6 મહિના પૂરા નથી થયા અને કંટ્રાતિયોનું મોટા પાઈએ ભ્રષ્ટાચાર નજરે જોવા મળે રયો છે રોડ ગણી જગ્યાએ દબાઈ ગયેલ છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *