Skip to content
સરહદી રેન્જ કચ્છ ભુજ પોલીસ મહાનીરીક્ષકશ્રી ડી.બી.વાઘેલા સાહેબ તથા પશ્ચિમ કચ્છ ભુજ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી સૌરભ તોલંબીયા સાહેબ નાઓની સુચના તથા વિભાગીય પોલીસ અધિકારીશ્રી જે.એન.પંચાલ સાહેબ નાઓના માર્ગદર્શન મુજબ માનકુવા પો.સ્ટે.ના ફર્સ્ટ ગુ.ર.નં.૫૬/૨૦૧૯ આઇ.પી.સી. કલમ ૩૬૪(ક), ૧૨૦ બી, વિ. મુજબના ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઇ માનકુવા પો.સ્ટે.ના ઇન્ચાર્જ પો.ઇન્સ.શ્રી જે.જી.રાણા સાહેબ તથા પો.સબ.ઇન્સ. વાય.બી.રાણા તથા પો.હેડ.કો.ધર્મેન્દ્રસિંહ ઝાલા,કાનાભાઇ રબારી,મહાવિરસિંહ જાડેજા, દશરથસિંહ જાડેજા, લીલાભાઇ દેસાઇ વિગેરેનાઓની અલગ અલગ ટીમો બનાવી ભોગ બનનાર લખન તથા તેના મિત્ર જગ્નેશને આરોપીઓ વિરેન્દ્રસિંહ અનોપસિંહ જાડેજા નાઓ રૂપીયા સતર લાખ માંગતો હોઇ જે રૂપીયા કઢાવવા વિરેન્દ્રસિંહ તથા તેની સાથેના પૃથ્થવીરાજસિંહ જાડેજા, ભગીરથસિંહ ઝાલા, હિમતસિંહ પઢીયાર, વિશાલ સોની, ભરત હિરાણી,પ્રદિપ ઠક્કર,રાજેન્દ્રસિંહ જાડેજા,તથા અજીતદાન ગઢવીનાઓએ રૂપીયા કઢાવવા સારૂ અપહરણ કરવાનું પૃવઆયોજીત કાવતરૂ કરી સુરજપર રાધીકાજળ નામની દુકાનેથી બપોરના અઢી વાગે અપહરણ કરી લઇ ગયેલ હોઇ જે બાબતે ઉપરોક્ત ટીમ બનાવી ભોગબનનારોને તથા આરોપીઓને તાત્કાલીક શોધી કાઢવા ફિલ્મી ઢબે યુકિત પ્રયુક્તિથી ભોગ બનનારોને નાગીયારી સીમમાં આવેલ આરોપી પૃથ્થવીરાજસિંહની વાડીમાંથી ભોગબનનારા તથા સહ આરોપીઓને દબોચી લઇ ગણતરીની કલાકમાં ભોગ બનનારાઓને અપહરણ કરનારના ચુંગલમાંથી મુક્તિ અપાવી ઉપરોક્ત તમામ આરોપીને પકડી પાડવામાં આવેલ છે.