દુર્ગાપુરમાં પતિ સાથે ઝઘડો થતાં પત્નીએ ઉધઈ મારવાની દવા ગટગટાવી જીવન ટૂંકાવ્યું
copy image

માંડવી તાલુકાના દુર્ગાપુર-નવાવાસમાં રહેતી મૂળ છોટાઉદેપુર બાજુની 30 વર્ષીય પરિણીતાનું પતિ સાથે જમવાનું બનાવવા બાબતે ઝઘડો થતાં તેને મનમાં લાગી આવતાં ઉધઈ મારવાની દવા ગટગટાવી લેતાં તેનું સારવાર દરમ્યાન મોત થયું હતું. આ અંગે મળતી માહિતી મુજબ મૂળ જોજ હાલે નવાવાસ-દુર્ગાપુર અને વાડા વાડીવિસ્તારમાં રહી ખેતમજૂરી કરતાએ ગઈકાલે માંડવી પોલીસ મથકે જાહેર કરેલી માહિતી અનુસાર ગત તા. 15/8ના વહેલી સવારે તેમની પત્ની સાથે જમવાનું બનાવવા બાબતે ઝઘડો થતાં પત્નીને આ વાત મનમાં લાગી આવતાં તેણે ઘરમાં પડેલી ઉધઈ મારવાની દવા પી લીધી હતી. આથી તેને ઝેરી અસર થતાં તા. 18/8ના સાંજે તેનું સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતું. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. ત્યારે બીજી બાજુ ભુજ તાલુકાના મમુઆરાની એક કંપનીની શ્રમિક વસાહતના રૂમમાં ગઈકાલે પરપ્રાંતીય એવા 13 વર્ષના સગીરએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી હતી.મળતી માહિતી મુજબ મમુઆરામાં એચ. ડી. માઈક્રોન કંપનીની શ્રમિક વસાહતમાં રહેતા 13 વર્ષીય હરિઓમએ ગઈકાલે સાંજે પોતાના રૂમમાં કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ લેતાં તેના પિતા તેને સારવાર અર્થે ભુજની જે. કે. જનરલ હોસ્પિટલમાં લઈ આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યાની વિગતો હોસ્પિટલની પોલીસ ચોકીમાં નોંધાવેલ છે.