કચ્છમાં બબ્બે હત્યાઃ તસ્કરોના હાથે બે સિકયુરીટી ગાર્ડની હત્યા અલગ અલગ બે ઘટનામાં તસ્કરો હત્યા કરીને નાસી છૂટયા

કચ્છમા ડબલ મર્ડરની ઘટનાથી ખળભળાટ મચી ગયો છે. કચ્છના અંજારમાં તસ્કરો દ્વારા બે અલગ અલગ જગ્યાએ ચોરી અને લૂંટની ઘટના દરમિયાન બે સિકયુરીટી ગાર્ડની હત્યા નાસી છૂટતા પોલીસે શોધખોળ હાથ ધરી છે. અલગ અલગ જગ્યાએ બે સિકયુરીટી ગાર્ડની હત્યામાં તસ્કર ગેંગ સામેલ હોવાની પોલીસને આશંકા છે. પોલીસે જુદી જુદી ટીમો બનાવીને તસ્કરોને ઝડપી લેવા શોધખોળ હાથ ધરી છે. કચ્છમાં ચોરીના બે બનાવો દરમ્યાન તસ્કરો દ્વારા ડબલ મર્ડરની દ્યટનાએ ચકચાર સર્જી છે. પૂર્વ કચ્છ ગાંધીધામ પોલીસને પડકાર ફેંકતા આ બેવડી હત્યાનો બનાવ અંજારમાં અકીલા બન્યો છે. અંજાર વરસાણા રોડ ઉપર આવેલી કચ્છ કેમિકલ કંપનીમાં ગત રાત્રે ચોરીના ઇરાદે ત્રાટકેલા તસ્કરોએ તેમને પડકારનાર કંપનીના સિકયુરિટી ગાર્ડ રામભાઈ કરસનની છરી વડે કરપીણ હત્યા કરી નાખી હતી. જોકે, કચ્છ કેમિકલ કંપનીમાંથી કોઈ ચીજવસ્તુની ચોરી થઈ નથી. આ અંગે સિકયુરિટી કંપનીના દુઃખહરણ યાદવે પોલીસ ફરિયાદ લખાવી છે. ચોરી સમયે તસ્કરો દ્વારા હત્યાનો બીજો બનાવ અંજાર જીઆઈડીસી પાસે આવેલી ગોલ્ડન સેન્ડ સોસાયટીમાં બંગલા નંબર ૮૦ માં ત્રાટકેલા તસ્કરોએ તેમને અટકાવનાર સિકયુરિટી ગાર્ડ ખોડાભાઈ લાખા રબારીની છરી વડે દ્યાતકી હત્યા કરી નાખી હતી. અહીં આ બંગલો નવો બની રહ્યો હોય તસ્કરો નળ પાઇપ જેવો સેનેટરીવેરનો ૧૦ હજારનો સામાન ચોરી ગયા હતા. આ અંગે પુષ્કર બાબુભાઇ પટેલે પોલીસ ફરિયાદ કરી છે. ચોરીના અને હત્યાના આ બન્ને બનાવો રાત્રે ૧૦ થી ૧૧/૩૦ વચ્ચે બન્યાઙ્ગ હતા. અંદાજીત પાંચ થી છ શખ્સોની ગેંગે આ કૃત્ય આચર્યું હોવાની શંકા પોલીસને છે. ગુનેગારોના સગડ મેળવવા અંજાર પોલીસે દોડધામ શરૂ કરી દીધી છે.અંજાર હત્યાના બનાવમાં મૃતક યુવાન ખોડાભાઇ લાખાભાઇ રબારી (ઉ.૪૩)ની લાશ હોસ્પિટલમાં પીએમ બાદ સ્વીકારવા માટે રબારી સમાજે ઇન્કાર કર્યો. તસ્કરો પોતાનું બાઇક છોડીને નાસી છૂટયા હોઇ પોલીસે બાઇક નં.જી.જે-૧૨એજે ૯૪૮ કબ્જે લઇને ચાલુ કરી તપાસ. હત્યાના બીજા બનાવમાં મૂળ એમપીના સાગર જિલ્લાના રામકૃષ્ણ ગૌડ ઠાકુરે (ઉ.વ.૩૮) પોતાનો જીવ ગુમાવતા ખાનગી સીકયુરીટી કંપનીના કર્મચારીઓમાં પણ ચિંતાનું મોજું છવાયું. અંજાર પોલીસના પીઆઇ બી.આર.પરમાર અને પીએસઆઇ વી.જી. લાંબરીયા ડબલ મર્ડર કેસની તપાસ ચલાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *