ખાવડાના આર.ઇ. પાર્ક પાસે ત્રણ ગાડીમાંથી 5.50 લાખના સામનની ચોરી
ખાવડાના આર.ઇ. પાર્ક નજીક ટી-પોઇન્ટ રોડ પાસે પાર્ક ગાડીઓમાંથી બસબારની પ્લેટો નંગ 232 જેની અંદાજે કિં.રૂા. 5.50 લાખની ચોરી થતાં ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઇ છે. મળતી માહિતી મુજબ ખાવડા પોલીસ મથકે ટ્રાન્સપોર્ટ પેઢીના કર્મચારીએ નોંધાવેલી ફરિયાદ મુજબ ગત તા. 21/8ના રાત્રે તેમની ટ્રાન્સપોર્ટ પેઢીની ત્રણ ટ્રક આર.ઇ. પાર્ક એન.ટી.પી.સી. કંપની ટી-પોઇન્ટ રોડ પર પાર્ક કરી ચાલકો સૂઇ ગયા હતા અને સવારે ઊઠીને જોતાં ત્રણે ગાડીમાં રાખેલી લાકડાની પેટીઓ તૂટેલી હતી, જેમાં ધાતુની પ્લેટો ચોરાઇ ગઇ હતી. આમ અજાણ્યા ચોર ઇસમે બસબારની કુલ્લ 232 પ્લેટ જેની અંદાજે કિં.રૂા. 5,50,000ની ચોરી કરી લઇ ગયા છે. પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.