બાજરી અને જુવાર એન્ટી ઑકિસડન્ટ, ઝિંક અને સેલેનિયમ જેવા તત્વોથી ભરપૂર

આજે દુનિયા જેટલી ઝડપી અને આધુનિક થઈ રહી છે તેટલી જ પાયાની બાબતો તરફ ફરી ગતિ કરી રહી છે. એટલે કે બેક ટુ બેઝિક… આપણાં મૂળ સાથે પુન: જોડાણ થઈ રહ્યું છે. આપણાં જીવનમાં મિલેટ્સનું મહત્વ હોય કે પ્રાકૃતિક ખેતી તરફ પ્રયાણ..આપણી જીવન શૈલીનો આપણાં આરોગ્ય સાથે સીધો સંબંધ છે. તમામ વ્યક્તિઓ માટે પાયાની અને આવશ્યક બાબત બને, મેદસ્વિતા પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે, સ્વસ્થતાનો આ દરેક નાગરિક સુધી પહોંચે એ માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ મેદસ્વિતાથી મુક્તિ માટે દેશવાસીઓને કરેલા આહવાનને અનુસંધાને રાજ્ય સરકારશ્રી દ્વારા “સ્વસ્થ ગુજરાત, મેદસ્વીતા મુક્ત” ગુજરાત  અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

        આપણે ત્યાં કહેવાય છે ને કે જેવું અન્ન એવું મન.અયોગ્ય આહારને પણ મેદસ્વીતાના મુખ્ય કારણોમાંથી એક માનવામાં આવે છે. વાંચક મિત્રો, શું આપને ખ્યાલ મેદસ્વિતાને નાથવા માટે મિલેટ્સ શ્રેષ્ઠ વિકલ્પ છે!. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોથી આજે પોષક તત્વો અને ઉર્જાથી ભરપૂર આ પ્રાચીન અનાજના મહત્વને વિશ્વએ જાણ્યું છે. અને તેને “શ્રીઅન્ન”થી ઓળખવામાં આવે છે. આપણા ગુજરાતમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આજે રાજ્યના ખેડૂતો મિલેટ ધાન્યોના ઉત્પાદન કરવા પ્રેરાય રહ્યા છે.

  ધાન્યોને સુપરફૂડ માનવામાં આવે છે. મિલેટ્સમાં જુવાર, બાજરી, રાગી, કોડો, કુટકી, કંગની, ચેના, સાંવા વગેરેનો સમાવેશ થાય છે. આ ધાન્યો અસંખ્ય સ્વાસ્થ્ય લાભ પણ પ્રદાન કરે છે

        બાજરી અને જુવારમાં ભરપૂર માત્રામાં આયર્ન છે. જે શરીરનો થાક રોકવા અને તંદુરસ્ત રક્ત પરિભ્રમણ જાળવવા માટે આવશ્યક છે. મિલેટ્સ B-વિટામિન્સથી સમૃદ્ધ છે, જે ઉર્જા સ્તરને વધારવામાં મદદ કરે છે. બાજરી અને જુવાર બંનેમાં ડાયેટરી ફાઇબર વધુ હોય છે, જે પાચનમાં મદદ કરે છે અને આંતરડાના સ્વાસ્થ્યને તંદુરસ્ત કરે છે. બાજરી અને જુવાર બંને એન્ટી ઑકિસડન્ટ, ઝિંક અને સેલેનિયમ જેવા તત્વોથી ભરપૂર છે, જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. અને વજન નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

        આ ધાન્યો ધીમી-પાચન પ્રકૃતિ પણ બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે, જે ડાયાબિટીસ ધરાવતા લોકો માટે હિતકારી છે.

         જુવાર અને બાજરી કેલ્શિયમના સારા સ્ત્રોત હોવાથી, આ શ્રીઅન્નનું સેવન કરવાથી હાડકાના સ્વાસ્થ્યને ટેકો મળે છે. આ અનાજ કુદરતી રીતે ગરમ તાસીર ધરાવે છે, જે આંતરિક ગરમી ઉત્પન્ન કરવામાં મદદ કરે છે.                                                                                               ત્યારે સ્વસ્થ, મજબૂત અને ઊર્જાવાન રહેવા માટે આ પ્રાચીન અનાજને અપનાવો અને રહો તાજામાજા- મેદસ્વિતાથી મુક્ત!