કચ્છ જિલ્લામાં ચાંદીપુરા વાયરસ સામે આરોગ્ય વિભાગની સઘન કામગીરી
ભુજ: કચ્છ જિલ્લામાં ચાંદીપુરા વાયરસ (CHPV) સામે સાવચેતી અને રોગચાળો અટકાવવાના હેતુથી જિલ્લાકલેક્ટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી (DDO) તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સઘન સર્વેલન્સ, વેક્ટર કંટ્રોલ અને અટકાયતી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. અંજાર વિસ્તારમાં ચાંદીપુરા વાયરસનો કેસ સામે આવતાં જ જિલ્લા રોગચાળા નિયંત્રણ તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે જરૂરી કામગીરી શરૂ કરવામાં આવી હતી. કેસ નોંધાયેલા બાળકના રહેણાંક વિસ્તારને કેન્દ્રમાં રાખીને આસપાસના ૫૦૦ મીટરની ત્રિજ્યામાં સઘન ડસ્ટિંગ અને ફોગિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. ચાંદીપુરા વાયરસના સંભવિત વાહક સેન્ડ ફ્લાય (રેતીની માખી)ના નિયંત્રણ માટે જરૂરી દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગની ટીમો દ્વારા અસરગ્રસ્ત વિસ્તાર તથા આસપાસના વિસ્તારોમાં સતત મુલાકાત લઈ પરિસ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. આ કામગીરી અંતર્ગત આરોગ્ય વિભાગની ટીમો દ્વારા અત્યાર સુધીમાં 883 ઘરોની મુલાકાત લઈ કુલ 3,480ની વસ્તીને આવરી લેવામાં આવી છે. અસરગ્રસ્ત વિસ્તાર તથા આસપાસના વિસ્તારોમાં ઘર-ઘર સર્વેલન્સ હાથ ધરી શંકાસ્પદ લક્ષણો ધરાવતા વ્યક્તિઓની તપાસ કરવામાં આવી રહી છે તેમજ જરૂરી આરોગ્યલક્ષી માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. ચાંદીપુરા વાયરસના સંભવિત વાહક અંગેની સ્થિતિ જાણવા માટે રાજકોટથી ખાસ બોલાવવામાં આવેલી ન્ટમોલોજીકલ ટીમ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારમાં સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. ટીમ દ્વારા સેન્ડ ફ્લાય તથા અન્ય વેક્ટરના નમૂનાઓ એકત્રિત કરવામાં આવ્યા છે. આ નમૂનાઓને વધુ લેબોરેટરી પરીક્ષણ માટે GBRC, ગાંધીનગર ખાતે મોકલવામાં આવ્યા છે. આ ઉપરાંત, અદાણી મેડિકલ કોલેજની તબીબી ટીમ દ્વારા અંજાર વિસ્તારમાં ચાંદીપુરા વાયરસના પોઝિટિવ કેસ નોંધાયેલા દર્દીઓના રહેણાંક સ્થળોની મુલાકાત લેવામાં આવી હતી. ટીમ દ્વારા દર્દીઓ તથા તેમન પરિવારજનો પાસેથી જરૂરી માહિતી મેળવી આરોગ્યલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ચાંદીપુરા વાયરસના સંભવિત લક્ષણો, જરૂરી તકેદારી, સ્વચ્છતા તથા વેક્ટર નિયંત્રણ અંગે પણ સમજ આપવામાં આવી હતી. આરોગ્ય વિભાગની ટીમ સાથે સંકલન કરીને પરિસ્થિતિનું સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. કચ્છ જિલ્લામાં અત્યાર સુધીમાં 8 શંકાસ્પદ કેસો નોંધાયા છે. તેમાંથી 7 કેસના લેબોરેટરી રિપોર્ટ નેગેટિવ આવ્યા છે, જ્યારે એક દર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. હાલમાં 3 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે અને તબીબી સારવાર તથા દેખરેખ હેઠળ છે. આરોગ્ય વિભાગ દ્વારા તમામ શંકાસ્પદ કેસો અંગે સતત દેખરેખ રાખવામાં આવી રહી છે અને જરૂરી આરોગ્યલક્ષી કામગીરી કરવામાં આવી રહી છે. હોસ્પિટલોમાં આગોતરી સજ્જતા ચાંદીપુરા વાયરસની સંભવિત પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કચ્છ જિલ્લાના આરોગ્ય કેન્દ્રો અને હોસ્પિટલોને જરૂરી સજ્જતા સાથે તૈયાર રાખવામાં આવ્યા છે. જી.કે. જનરલ હોસ્પિટલ, ભુજ તેમજ તમામ તાલુકા કક્ષાન હોસ્પિટલો ખાતે વ્યવસ્થા અને વેન્ટિલેટર સજ્જ પથારીઓ અનામત રાખવામાં આવી છે. જરૂરિયાત ઊભી થાય તો દર્દીઓને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે તબીબી સ્ટાફ અને જરૂરી સાધનોની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવામાં આવી છે. જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (PHC), સામુહિક આરોગ્ય કેન્દ્રો (CHC) તથા અન્ય આરોગ્ય સંસ્થાઓ ખાતે જરૂરી દવાઓ, જીવનરક્ષક સાધનો અને આરોગ્ય સામગ્રીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ રાખવામાં આવ્યો છે. આરોગ્ય કર્મચારીઓને ચાંદીપુરા વાયરસના સંભવિત લક્ષણો ધરાવતા દર્દીઓ અંગે તકેદારી રાખવા તેમજ શંકાસ્પદ કેસની તાત્કાલિક જાણ કરવા સૂચના આપવામાં આવી છે. વાલીઓ અને નાગરિકોને તકેદારી રાખવા અપીલ આરોગ્ય વિભાગ દ્વારા વાલીઓ અને નાગરિકોને ખાસ તકેદારી રાખવા અપીલ કરવામાં આવી છે. નાના બાળકોને કાચા મકાનો, માટીની ભીંતો, ઝાડી-ઝાંખરા તથા રેતીવાળી જગ્યાઓમાં રમતી વખતે આખી બાંયના
કપડાં પહેરાવવા અને શક્ય હોય ત્યાં સુધી આવી જગ્યાઓથી દૂર રાખવા સલાહ આપવામાં આવી છે. ઘર અને આસપાસના વિસ્તારમાં સ્વચ્છતા જાળવવી, કચરો તથા ગંદકી દૂર રાખવી અને માખી-મચ્છર તથા અન્ય વેક્ટરનો ઉપદ્રવ ન થાય તે માટે જરૂરી પગલાં લેવા પણ અપીલ કરવામાં આવી છે. બાળકને તીવ્ર તાવ, ઉલટી, ચક્કર આવવા, ખેંચ આવવી, અસામાન્ય સુસ્તી અથવા ર્તનમાં અચાનક ફેરફાર જેવા લક્ષણો જણાય તો કોઈપણ પ્રકારનો વિલંબ કર્યા વિના નજીકના સરકારી આરોગ્ય કેન્દ્ર અથવા
હસ્પિટલનો સંપર્ક કરવા જણાવાયું છે. આરોગ્ય વિભાગ દ્વારા નાગરિકોને ગભરાવાની જરૂર ન હોવાનું જણાવવામાં આવ્યું છે. જોકે, બાળકોના સ્વાસ્થ્ય અંગે કોઈ શંકાસ્પદ લક્ષણ જણાય તો સમયસર તબીબી સલાહ લેવી અત્યંત જરૂરી છે. કચ્છ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ચાંદીપુરા વાયરસના નિયંત્રણ માટે સર્વેલન્સ, વેક્ટર કંટ્રોલ, કેસ ટ્રેકિંગ, તબીબી સારવાર અને જનજાગૃતિ સહિતની કામગીરી સતત હાથ ધરવામાં આવી રહી છે. નાગરિકો આરોગ્ય વિભાગની સૂચનાઓનું પાલન કરી સહયોગ આપે તેવી અપીલ કરવામાં આવે છે.