રમતગમત દ્વારા યુવાનોમાં શિસ્ત, સંઘર્ષશક્તિ, આત્મવિશ્વાસઅને નેતૃત્વના ગુણો વિકસે છે – કચ્છ સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા…

00

કચ્છ લોકસભા દ્વારા યુવાનોમાં રમતગમત પ્રત્યે જાગૃતિ, ઉત્સાહ અને ખેલદિલીની ભાવના વિકસે તેમજ તેમની પ્રતિભાને યોગ્ય
પ્લેટફોર્મ મળે તેવા ઉદ્દેશ્યથી તા.૨૯ ઓગસ્ટના મેજર ધ્યાનચંદજીની જયંતિ નિમિત્તે ઉજવાતા “નેશનલ સ્પોર્ટ્સ ડે” અંતર્ગત આદિપુર
સ્થિત હરેશ સંગતાણી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે ટેબલ ટેનિસ અને બેડમિન્ટન સ્પર્ધા તથા એમ.એસ.વી હાઈસ્કૂલ, ગામ: માધાપર,
તા.ભુજ ખાતે હોકી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું..
મેજર ધ્યાનચંદજીના અદમ્ય સમર્પણ અને દેશપ્રેમથી પ્રેરણા લઈને કચ્છના યુવાનો રમતગમતના ક્ષેત્રે આગળ વધે, પોતાની પ્રતિભાને
ઓળખે અને રાષ્ટ્રના ગૌરવમાં વધારો કરે એજ સંકલ્પ સાથે આ સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું…
આ પ્રસંગે ઉત્સાહપૂર્વક ભાગ લેનાર ખેલાડીઓને મેડલ અને પ્રમાણપત્ર સાથે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. રમતગમતને જીવનનો
અભિન્ન ભાગ બનાવીને સ્વસ્થ, સશક્ત અને આત્મવિશ્વાસથી ભરપૂર યુવા પેઢીના નિર્માણમાં સહભાગી બનવા ઉપસ્થિત સૌ લોકોને
સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા એ આહ્વાન કર્યું હતું…
આ પ્રસંગે ભાજપા જીલ્લા મહામંત્રીશ્રી, હિતેશભાઈ ખંડોલ, ધારસભ્સશ્રી માલતીબેન મહેશ્વરી, મહિલા મોરચા અધ્યક્ષ પારૂલબેન કારા,
વાલજીભાઈ ડાંગર સરપંચશ્રી કુલદીપસિંહ ચૌહાણ, ભારતભાઈ રાઠોડ, દિનેશભાઈ ઠક્કર, તેજસભાઈ શેઠ, કલ્પેશભાઈ પટેલ,
વિજયભાઈ પરમાર, વિક્રમભાઈ મુલચન્દાની વિજયસિંહ જાડેજા, ઘેલાભાઈ ભરવાડ, સુરેશભાઈ ધુવા, દેવેન્દ્રસિંહ જાડેજા, મનોજભાઈ
મુલચંદાની મનીષભાઈ હિંગોરાની, પ્રશાંતભાઈ બુચ, હિતેશભાઈ, કાનજીભાઈ, કમલભાઈ ગઢવી, વિનોદભાઈ પીન્ડોરીયા,
જગદીશભાઈ માધાપરિયા, પ્રવિણાબેન રાઠોડ, ભરતભાઈ આહીર, દીપકભાઈ ડાંગર, કોચ ડી.એલ. ડાકી સાહેબ તથા ગ્રામ પંચાયત
સદસ્યો, ઉપસ્થિત રહી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો.