સસ્તુ સોનુ આપવાની લાલચ આપી ઠગાઈ કરનાર આરોપીઓને 32 લાખ સાથે પકડી પાડતી LCB પશ્ચિમ કચ્છ-ભુજ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, રાહદી રેજ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ સસ્તા સોનાની લાલચ આપનાર આરોપીઓનો જે લોકો ભોગ બનેલ હોય તેઓ ભોગબનનારની તાત્કાલિક ફરીયાદ લઇ આરોપી પકડવા તેમજ આવા ગુનાઓ બનતા અટકાવવા માટે સુચના આપેલ હોય
ભુજ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં એ પાર્ટ ગુન્હા રજીસ્ટર નંબર-૦૮૭૮/૨૦૨૬ બી.એન.એસ ની કલમ ૩૧૮(૪૩૧૯(૨),૨૦૫,૧૧(૨) (બી),૧૧૩(૩), ૧૧૧(૪) મુજબનો ગુન્હી તા.૨૮/૦૮/૨૦૨૬ ના દાખલ કરાવેલ અને આગળની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રી એચ આર જેઠી સાહેબનાઓને સોંપવામા આવેલ
જે સુચના અને માર્ગદર્શન મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એ.એમ. મકવાણા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એચ આર જેઠી સાહેબ નાઓએ લોકલ ક્રાઇમ બ્રાન્ચના કર્મચારીઓને ઉપરોક્ત ગુના કામે સત્વરે કાર્યવાહી કરવા માટે સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે સુચના મુજબ એ.એસ. આઈ. શ્યામભાઈ ગઢવી તથા પોલીસ હેડ કો-સ્ટેબલ કાનજીભાઈ ડોડીયા, રણજીતસિંહ જાહેજા તથા જયદેવસિંહ જાડેજાનાઓ બુજ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન રણજીતસિંહ જાડેજા તથા જપદેવસિંહ જાડેજાનાઓની બાતમી હકીક્ત આધારે આરોપી ઉપરોકત આરોપીઓને હસાગત કરી લોકલ ક્રાઇમ બ્રાન્ચ કચેરીએ લાવી તપાસ કરનાર અધિકારીશ્રીએ આરોપીઓને ધોરણસર અટક કરી ઠગાઈ કામે મેળવેલ રૂપીયા પૈકી રૂ.૩૨,૦૦,૦૦૦/- રીકવર કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ પરેલ છે.