ગાંધીધામથી ઘરવિહોણા લોકોની ભુજ તરફ પગપાળા હિજરત

ગાંધીધામમાં છેલ્લા 55 દિવસથી આંદોલન કરી રહેલા ઘરવિહોણા લોકોએ આખરે 29 ઓગસ્ટ ના રોજ ભુજ કલેક્ટર કચેરી તરફ સામૂહિક પગપાળા હિજરત શરૂ કરી દીધી છે. બહુજન આર્મીના સંસ્થાપક લખન ધુવાની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. લખન ધુવાના જણાવ્યા મુજબ આ પૂર્વે કલેક્ટરને 15 દિવસનું આખરી અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું, પરંતુ તંત્ર દ્વારા કોઈ યોગ્ય નિર્ણય ન લેવાતાં આ આક્રમક પગલું ભરવામાં આવ્યું છે. આશરે 1000 જેટલા ઘરવિહોણા લોકો ન્યાયની માંગ સાથે કલેક્ટર કચેરી ખાતે જઈને રોકાણ કરવા મક્કમ બન્યા છે