કચ્છ પ્રવાસી સંધ દ્વારા ૨૦૧૫ માં કચ્છ એકસપ્રેસ તથા સયાજી નગરી એકસપ્રેસ ને બાંદ્રા ટર્મિનસ નાં બદલે દાદર થી શરુ કરવાં માટે વેસ્ટર્ન રેલવે નાં તત્કાલીન જનરલ મેનેજર શ્રી અગ્રવાલ ને રજુઆત કરેલ.

image

copy image

અથાગ પ્રયાસ બાદ ઉપરોકત બન્ને ટ્રેનો ને દાદર થી ઉપડવાની મંજુરી મળી હતી. ૨૦૧૭ માં સયાજી નગરી એકસપ્રેસ શરુ થઈ હતી , પરંતુ ટેક્નિકલ કારણસર કચ્છ એક્સપ્રેસ ને મંજુરી મળી ન હતી.
સંસ્થા એ રેલ તંત્ર ને વારંવાર રજૂઆત કરેલ, જેનાં અનુસંધાન માં જવાબ મળેલ કે દાદર ટર્મિનસ માં પ્લેટફોર્મ નં. ૮ નું નિર્માણ બાદ કચ્છ એકસપ્રેસ દાદર ટર્મિનસ થી શરુ કરી શકાય. હાલમાં દાદર ટર્મિનસ પ્લેટફોર્મ નં. ૮ નું નિર્માણ કાર્ય પુર જોશ માં ચાલી રહ્યું છે.

સંસ્થા વતી આજે મુંબઈ સેન્ટ્રલ મધ્યે શ્રી બિપીનભાઇ અમરચંદ ગાલા (નવનીત), શ્રી શરદ બચુભાઇ રાંભીયા , શ્રી લક્ષ્મીચંદભાઇ વોરા, શ્રી નિલેશ શ્યામ શાહ એ DRM શ્રી પંકજ સિંહ તથા SR. DCM શ્રી આદીસ પઠાણીયા ને કચ્છ એક્સપ્રેસ દાદર થી શરૂ કરવાં આવેદન કરેલ. બન્ને ટ્રેન દાદર થી શરૂ થાય તો RAKE PAIRING કરી શકાય. જે માટે તેઓ સહમત થયાં હતાં. આ બાબત સંસ્થા ને સફળતા મળશે તેવી આશા છે.