ભચાઉ નજીક ટ્રેઈલર ચાલકે આગળ જતાં વાહનને પાછળથી ભટકાળી દેતા ચાલકનું મોત

accident

copy image

copy image

ભચાઉ નજીક ટ્રેઈલર ચાલકે આગળ જતાં વાહનને પાછળથી ભટકાળી દેતા ચાલક દેવીસિંહ સ્વરૂપસિંહ રાજપુત (ઉ.વ. 42)નું કમકમાટી ભર્યું મોત થયું હતું. આ બનાવ અંગે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર ભચાઉ ઓવર બ્રિજ ઉપર ગત તા. 20/8નાં દેવીસિંહ પોતાનું વાહન અજમેરથી મુંદરા પોર્ટ બાજુ લાવી રહ્યો હતો. દરમ્યાન ભચાઉ પહોંચતા આગળ જતાં વાહનમાં પાછળથી તેનું વાહન ધડાકાભેર અથડાતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેમાં તેને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવતા રસ્તામાં જ જીવનના અંતિમ શ્વાસ લઈ લીધા હતા. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.