કાઠીયાવાડ ના શહેનશાહ શહેર રંગીલા રાજકોટમાં પોલીસે કારને બાનમાં લીધી, તો ડ્રાઈવરે પોલીસને જ બાનમાં લઈ લીધી! વ્હીલ કાઢીને ફરાર થયા ચાલાક યુવાનો!
copy image

રાજકોટમાં કાયદો અને જુગાડ વચ્ચે જબરદસ્ત જંગ થયો અને આ જંગમાં જુગાડ જીતી ગયો!
બન્યું એવું કે ટ્રાફિક પોલીસે એક કારને નો-પાર્કિંગમાં જોઈને તેના ટાયરમાં જાડું લોક ઝડી દીધું. પોલીસવાળા તો એમ સમજ્યા કે હવે ડ્રાઈવર કલાકો સુધી કરગરશે, દંડ ભરશે અને અમે વટથી લોક ખોલશું.
પણ પોલીસને ખબર કે પંગો કાઠિયાવાડી સાથે લીધો છે!
કારનો માલિક આવ્યો. એક સેકન્ડ પણ દલીલ ન કરી. સીધો ડિકી ખોલી, જેક અને પાના કાઢ્યા અને જે વ્હીલમાં પોલીસે લાખો રૂપિયાનું લોક માર્યું હતું, એ વ્હીલના ચારેય બોલ્ટ ખોલીને આખું વ્હીલ જ રસ્તા પર મૂકી દીધું!
પોલીસનું લોક વ્હીલ સાથે ત્યાં જ પડ્યું રહ્યું અને ભાઈએ બીજું વ્હીલ નાખીને એવી તો ગાડી ભગાડી કે પોલીસ ફક્ત ધૂળ જોતી રહી ગઈ.
રસ્તા પર ઉભેલા સો લોકો તાળીઓ પાડી ઉઠ્યા. એક જ અવાજ આવ્યો – “આને કહેવાય અસલી રાજકોટનો વટ! પોલીસ પણ ફેલ!”
આ ઘટનાએ એક સવાલ ઉભો કર્યો છે – શું લોક મારવું જ ન્યાય છે? કે પછી આવા હોંશિયાર ડ્રાઈવરોને સલામ કરવી જોઈએ?