કાયદા ના ઘર માં જ લોહીયાળ ખેલ! ભુજ સેશન્સ કોર્ટમાં દિવસે છરી વડે હુમલો, સુરક્ષા સામે સવાલો!

image

copy image

copy image

કચ્છ નું હૃદય કહેવાતી ભુજ સેશન્સ કોર્ટ આજે લોહીથી રંગાઈ! જૂની અદાવતના કારણે કોર્ટના પ્રાંગણમાં જ એક યુવક પર છરી વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની ચકચારી ઘટના સામે આવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, હુમલાખોરે યુવકના પેટમાં છરી ઝીંકી દીધી હતી. સૌથી ચોંકાવનારી વાત એ છે કે ઘટના સમયે DySP અને PI સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ કોર્ટ પરિસરમાં જ હાજર હતા!

પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી ઘાયલ યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યો છે.

જ્યાં ન્યાય મળે છે એ કોર્ટ જેવા સુરક્ષિત સ્થળે, પોલીસની હાજરીમાં જ જો આવો હુમલો થતો હોય તો સામાન્ય માણસ કેટલો સુરક્ષિત છે? ભુજની સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉભા થયા છે.

પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. આરોપી કોણ છે અને અદાવત શું હતી એ જાણવા પાંજે કચ્છ જા વાવડ ગ્રુપ નજર રાખી રહ્યું છે.