તોલાણી કોમર્સ કોલેજમાં HIV-ટીબી અંગે જાગૃતિ કાર્યક્રમ

કચ્છ જિલ્લા કલેક્ટરશ્રી તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રીના માર્ગદર્શન અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીના દિશાનિર્દેશ હેઠળ
આદિપુરની તોલાણી કોમર્સ કોલેજ ખાતે રેડ રિબન ક્લબ (RRC) અંતર્ગત HIV, ટીબી, હિપેટાઇટિસ અને સિફિલિસ અંગે જાગૃતિ
કાર્યક્રમ તથા ક્વિઝ સ્પર્ધા યોજાઈ હતી.
જિલ્લા ટીબી-એચઆઈવી અધિકારીશ્રી ડૉ. મનોજ દવેના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં તેમણે વિદ્યાર્થીઓને HIV, ટીબી,
હિપેટાઇટિસ અને સિફિલિસના કારણો, સંક્રમણના માર્ગો, લક્ષણો, બચાવના ઉપાયો, વહેલા નિદાન અને સારવાર અંગે વિસ્તૃત માહિતી
આપી હતી. સાથે જ આરોગ્ય વિભાગ દ્વારા ચલાવવામાં આવતા વિવિધ જાગૃતિ કાર્યક્રમો તથા ઉપલબ્ધ આરોગ્ય સેવાઓ અંગે પણ
માર્ગદર્શન આપ્યું હતું.
કાર્યક્રમમાં ART સેન્ટરના મેડિકલ ઓફિસર, ICTC કાઉન્સેલર તથા ART કાઉન્સેલર દ્વારા વિદ્યાર્થીઓને ચેપી રોગોથી બચાવ અને
સમયસર તપાસ-સારવાર અંગે જરૂરી માહિતી આપવામાં આવી હતી.
વિદ્યાર્થીઓમાં આરોગ્ય જાગૃતિ વધારવા માટે HIV, ટીબી, હિપેટાઇટિસ અને સિફિલિસ વિષયક ક્વિઝ સ્પર્ધા યોજાઈ હતી, જેમાં
વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
કાર્યક્રમના સફળ આયોજન બદલ તોલાણી કોમર્સ કોલેજના પ્રિન્સિપાલશ્રી ડૉ. મનીષ પંડ્યા તથા કોલેજ મેનેજમેન્ટનો આભાર વ્યક્ત
કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં કોલેજ સ્ટાફ, વિદ્યાર્થીઓ તથા આરોગ્ય વિભાગના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.